FIFA World Cup : 8 ગોલ … છતાં કોઈ ટીમ જીતી નહીં, FIFA વર્લ્ડ કપના ઈતિહાસમાં 16 વર્ષ પછી આવું બન્યું

FIFA વર્લ્ડ કપ 2026 માં એક જ દિવસે કુલ ચાર મેચો રમાઈ હતી અને ખાસ વાત એ છે કે આ ચાર મેચમાં 8 ગોલ કરવા છતાં કોઈ ટીમ જીતી શકી નહીં. FIFA વર્લ્ડ કપમાં 16 વર્ષ પછી આવું બન્યું હતું. આ પહેલા 2010 ના વર્લ્ડ કપમાં આવું થયું હતું.

| Updated on: Jun 16, 2026 | 4:27 PM
1 / 5
FIFA વર્લ્ડ કપ 2026 ના પાંચમા દિવસે કુલ ચાર મેચ રમાઈ હતી, જેમાં કુલ આઠ ગોલ થયા હતા, પરંતુ બધી મેચ અનિર્ણિત રહી હતી અને ડ્રો થઈ હતી. FIFA વર્લ્ડ કપના ઈતિહાસમાં 16 વર્ષ પછી આવું બન્યું હતું.

2 / 5
સ્પેન અને કેપ વર્ડે વચ્ચે રમાયેલી દિવસની પહેલી મેચ ગોલ રહિત 0-0 થી ડ્રો રહી. આ કેપ વર્ડેનો વર્લ્ડ કપ ડેબ્યૂ હતો, છતાં તેઓએ વિશ્વની નંબર 3 ટીમ સામે એક પણ ગોલ ન આપીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા.

3 / 5
બીજી મેચમાં, બેલ્જિયમ અને ઈજિપ્ત એકબીજા સામે ટકરાયા, જે મેચ પણ ડ્રો રહી. આ મેચમાં બે ગોલ થયા. ઈમામ ઓશૌરે 20મી મિનિટે ઈજિપ્ત માટે પહેલો ગોલ કર્યો. તેમણે હાફ ટાઈમ સુધી લીડ જાળવી રાખી, પરંતુ બેલ્જિયમના મોહમ્મદ હાનીએ બીજા હાફમાં ગોલ કરી સ્કોર બરાબર કરી દીધો . બેલ્જિયમનો ગોલ 66 મી મિનિટે થયો હતો.

4 / 5
ત્રીજી મેચ સાઉદી અરેબિયા અને ઉરુગ્વે વચ્ચે રમાઈ હતી, અને તે પણ 1-1 થી ડ્રો રહી હતી. સાઉદી અરેબિયાના અલ અમીરીએ 41 મી મિનિટે ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી. એવું લાગતું હતું કે તેઓ અપસેટ સર્જશે. પરંતુ 80 મી મિનિટે ઉરુગ્વેએ આખરે સાઉદી અરેબિયાની લીડ તોડી સ્કોરની બરાબરી કરી. આ મેચમાં પણ બે ગોલ થયા હતા.

5 / 5
ઈરાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી દિવસની ચોથી અને અંતિમ મેચમાં સૌથી વધુ ગોલ થયા. જોકે, તે મેચ પણ ડ્રોમાં સમાપ્ત થઈ. ન્યૂઝીલેન્ડે બે વાર લીડ મેળવી હતી, પરંતુ ઈરાને બંને વખત બરાબરી કરી હતી. ન્યૂઝીલેન્ડ માટે એલિજાહ જસ્ટે સાતમી અને 55 મી મિનિટમાં બે ગોલ કર્યા. ઈરાન માટે રમીન રિઝાલ્યાને 32મી મિનિટે ગોલ કર્યો, જ્યારે મોહમ્મદ મોહેબીએ 64મી મિનિટે બીજો ગોલ કર્યો. (PC: Getty Images)

Follow Us