
ઓસ્ટ્રેલિયાની ઓલિમ્પિક સમિતિએ કહ્યું કે 2 ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે પરંતુ ટીમના કોઈ અન્ય ખેલાડી કોવિડ પોઝિટિવ આવ્યા નથી. કોવિડ પોઝિટિવ ખેલાડીઓએ અન્ય ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ કરી ન હતી , અન્ય ખેલાડીઓમાં કોઈ લક્ષણ જોવા મળ્યા નથી.બંન્નેના નામ જણાવવામાં આવ્યા નથી.

ફ્રાન્સની સરકાર અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે, દેશમાં કોવિડના કેસોમાં થોડો વધારો થયો છે. આરોગ્ય પ્રધાન ફ્રેડરિક વેલેટોક્સે કહ્યું કે કોઈ મોટું જોખમ નથી. આપણે જે કોરોના 2020, 2021, 2022 માં જોયો તેનાથી ધણો દૂર છે.