આ શું સિલ્વરના ચાર્ટ પર ‘હેડ એન્ડ શોલ્ડર પેટર્ન’ ? ચાંદી ભવિષ્યમાં કઈ ઊંચાઈએ પહોંચશે ? એક્સપર્ટનો ઈશારો….

મંગળવારે ચાંદીના રીટેલ ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. જો કે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં ચાંદીના ભાવમાં તેજી બાદ કરેક્શન થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

| Updated on: Oct 28, 2025 | 8:29 PM
4 / 7
આ પેટર્ન પછી ચાંદીના ભાવે નેકલાઇન તોડી નાખી છે અને હવે તે ₹1,40,000 ના સ્તર પર રહેશે તેવી શક્યતા છે. અપૂર્વ શેઠના જણાવ્યા અનુસાર, આ સ્તર અગાઉની તેજી (₹1,10,000 થી ₹1,70,000) ના 50% ફિબોનાકી રીટ્રેસમેન્ટની ખૂબ નજીક છે. પરિણામે ₹1,38,000 થી ₹1,40,000 ની રેન્જને શોર્ટ ટર્મ સપોર્ટ ઝોન માનવામાં આવે છે.

5 / 7
અપૂર્વ શેઠે જણાવ્યું હતું કે, જો ચાંદી આ સપોર્ટ લેવલથી નીચે સરકી જાય છે, તો આગામી મજબૂત સપોર્ટ ₹1,33,000 પ્રતિ કિલોગ્રામ પર મળી શકે છે, જે 61.8% ફિબોનાકી લેવલને અનુરૂપ છે.

6 / 7
અપૂર્વ શેઠ માને છે કે, ચાંદીમાં આ કરેક્શન લાંબાગાળાના અપટ્રેન્ડ માટે એક અદભૂત સંકેત છે. તેમણે કહ્યું કે, "અમે રોકાણકારોને પહેલાથી જ ચેતવણી આપી હતી કે, સિલ્વર ઓવરહીટ થઈ રહી છે અને હાલનો ઘટાડો તેનું પરિણામ છે." તેમણે ઉમેર્યું કે, આ ઘટાડો બજારની ચાલનો ભાગ છે અને ભવિષ્યમાં ચાંદીમાં નવો તેજીનો તબક્કો જોવા મળી શકે છે.

7 / 7
મંગળવારે ચાંદીના રીટેલ ભાવમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો. મંગળવારે ચાંદીનો ભાવ 6,250 રૂપિયા ઘટીને 1,45,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો. સોમવારે તેની કિંમત 1,51,250 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. ગ્લોબલ માર્કેટમાં પણ ચાંદી દબાણ હેઠળ આવી ગઈ, જ્યાં હાજર ચાંદી 2.85 ટકા ઘટીને $45.56 પ્રતિ ઔંસની નીચી સપાટીએ પહોંચી ગઈ.