આ વર્ષે ‘સોનું’ વેચ્યું છે? જ્વેલરી, ETF થી લઈને ડિજિટલ ગોલ્ડ પર કેટલો ‘ટેક્સ’ લાગશે? જાણો ‘આખું ગણિત’

આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની સીઝન શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન, જો તમે ગયા નાણાકીય વર્ષમાં સોનું (Gold) વેચ્યું હોય, તો તેના પર લાગતા ટેક્સના નિયમો જાણવા તમારા માટે ખૂબ જરૂરી છે. જો 'સોનું' વેચ્યા પછી ટેક્સ ફાઇલિંગમાં કોઈ ભૂલ થાય, તો ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી નોટિસ આવવાની શક્યતા પણ રહે છે. આથી, રિટર્ન ફાઇલ કરતા પહેલાં સોના પર લાગતા ટેક્સના જરૂરી નિયમો એકવાર સમજી લેવા જોઈએ.

| Updated on: May 30, 2026 | 7:26 PM
1 / 7
ITR ફાઇલિંગ સીઝન શરૂ થઈ ચૂકી છે. એવામાં જે લોકોએ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન સોનું વેચ્યું છે, તેમના માટે ટેક્સના નિયમોને સમજવા ખૂબ જ જરૂરી છે. ઘણી વખત રોકાણકારો સોનાના ભાવ પર તો નજર રાખે છે પરંતુ ટેક્સના નિયમોની અવગણના કરે છે. ખોટી કેટેગરીમાં માહિતી આપવા પર આવકવેરા વિભાગ (ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ) તરફથી નોટિસ પણ આવી શકે છે. ખાસ વાત એ છે કે, ફિઝિકલ ગોલ્ડ, ડિજિટલ ગોલ્ડ, ગોલ્ડ ETF, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ અને સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB) પર ટેક્સના નિયમો અલગ-અલગ છે. 'સોનું' વેચીને થતો નફો કેપિટલ ગેઈન (મૂડી નફો) ગણાય છે. ટેક્સ એ વાત પર નિર્ભર કરે છે કે, તમે કયા પ્રકારનું સોનું ખરીદ્યું હતું અને તેને કેટલા સમય સુધી તમારી પાસે રાખ્યું હતું?

2 / 7
હાલના નિયમો મુજબ મોટાભાગના ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) ટેક્સ 12.5% છે. આમાં ઇન્ડેક્સેસનનો લાભ મળતો નથી. બીજી તરફ, શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન (STCG) પર તમારી આવકવેરાની સ્લેબ (Income Tax Slab) મુજબ ટેક્સ લાગે છે. તેથી 30% ટેક્સ સ્લેબમાં આવતા લોકો માટે શોર્ટ ટર્મ ગેઈન પર ટેક્સનો બોજ ઘણો વધારે હોઈ શકે છે. ફિઝિકલ ગોલ્ડમાં સોનાના દાગીના, સિક્કા, બાર (ચકતીઓ) અને બુલિયનનો સમાવેશ થાય છે. જો તમે ખરીદીના 24 મહિનાની અંદર સોનું વેચી દીધું, તો નફો શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ગણાશે અને તેના પર તમારા ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ લાગશે. જો સોનું 24 મહિનાથી વધુ સમય સુધી રાખવામાં આવ્યું હોય, તો નફા પર 12.5% લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગશે.

3 / 7
ડિજિટલ ગોલ્ડની લોકપ્રિયતા ઝડપથી વધી છે પરંતુ ટેક્સની બાબતમાં તેને ફિઝિકલ ગોલ્ડની જેમ જ ગણવામાં આવે છે, કારણ કે તેની પાછળ વાસ્તવિક સોનું રહેલું હોય છે. અહીં પણ 24 મહિના સુધી હોલ્ડ કરવા પર (પાસે રાખવા પર) નફો શોર્ટ ટર્મ ગેઈન ગણાશે અને 24 મહિનાથી વધુ રાખવા પર 12.5% LTCG ટેક્સ લાગશે. રોકાણકારોએ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે, ડિજિટલ ગોલ્ડ હજુ સુધી RBI કે SEBI દ્વારા રેગ્યુલેટ કરવામાં આવતું નથી.

4 / 7
બીજું કે, જે રોકાણકારો સ્ટોરેજ (સાચવવાની) ચિંતા વગર સોનામાં રોકાણ કરવા માંગે છે, તેમની વચ્ચે ગોલ્ડ ETF ખૂબ જ લોકપ્રિય છે. આની સૌથી મોટી ખાસિયત એ છે કે, લોંગ ટર્મ કેપિટલ ગેઈનનો લાભ માત્ર 12 મહિના પછી જ મળી જાય છે. જો ETF યુનિટ્સ 12 મહિનાની અંદર વેચવામાં આવે તો નફો સ્લેબ રેટ અનુસાર ટેક્સેબલ થશે. 12 મહિનાથી વધુ રાખવા પર 12.5% LTCG ટેક્સ લાગશે. ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ સામાન્ય રીતે સીધું સોનું ખરીદવાને બદલે ગોલ્ડ ETFમાં રોકાણ કરે છે.

5 / 7
ટેક્સ માટે અહીં 24 મહિનાનો હોલ્ડિંગ પિરિયડ લાગુ પડે છે. આમ જોવા જઈએ તો, 2 વર્ષ પહેલાં યુનિટ વેચવા પર નફો શોર્ટ ટર્મ ગેઈન ગણાશે અને સ્લેબ રેટથી ટેક્સ લાગશે. 24 મહિનાથી વધુ હોલ્ડ કરવા પર 12.5% LTCG ટેક્સ ચૂકવવો પડશે. સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB)ને ટેક્સની દૃષ્ટિએ સૌથી આકર્ષક ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ માનવામાં આવે છે. જો કોઈ રોકાણકાર બોન્ડને તેની પૂરી મેચ્યોરિટી એટલે કે 8 વર્ષ સુધી હોલ્ડ કરે છે, તો કેપિટલ ગેઈન પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. જો કે, મેચ્યોરિટી પહેલાં વેચવા પર અલગ નિયમો લાગુ થાય છે. 12 મહિનાની અંદર વેચવા પર નફો સ્લેબ રેટથી ટેક્સેબલ થશે અને 12 મહિનાથી વધુ હોલ્ડ કરવા પર 12.5% LTCG ટેક્સ લાગશે.

6 / 7
કોમોડિટી એક્સચેન્જમાં ગોલ્ડ ફ્યુચર્સ અને ઓપ્શન્સનું ટ્રેડિંગ કરનારાઓ માટે નિયમો અલગ છે. આનાથી થતો નફો કેપિટલ ગેઈન નહીં પણ બિઝનેસ ઇન્કમ (ધંધાકીય આવક) ગણાય છે. આના પર સંબંધિત ટેક્સ સ્લેબ અનુસાર ટેક્સ લાગે છે. કેટલાક કિસ્સાઓમાં રેકોર્ડ રાખવા અને ઓડિટ સંબંધિત નિયમો પણ લાગુ થઈ શકે છે. આપણા દેશમાં લગ્ન, પારિવારિક પ્રસંગો અને વારસા દ્વારા 'સોનું' મળવું સામાન્ય બાબત છે. વારસામાં સોનું મળવા પર તે સમયે કોઈ ટેક્સ લાગતો નથી. આ જ રીતે માતા-પિતા, પતિ-પત્ની કે બાળકો જેવા નજીકના સંબંધીઓ તરફથી મળેલું 'સોનું' પણ ટેક્સ ફ્રી હોય છે. લગ્નના પ્રસંગે મળેલું 'સોનું' પણ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે.

7 / 7
જો કોઈ બિન-સંબંધી (બીજી વ્યક્તિ) તરફથી 50,000 રૂપિયાથી વધુની કિંમતનું 'સોનું' કોઈ પણ ચુકવણી વગર મળે છે, તો તેની વેલ્યુ 'અન્ય સ્ત્રોતોમાંથી આવક' (Income from other sources) હેઠળ ટેક્સેબલ થઈ શકે છે. બાદમાં તેને વેચવા પર કેપિટલ ગેઈન ટેક્સ અલગથી લાગુ થશે. આવકવેરા કાયદાની કલમ 54F હેઠળ કેટલાક કિસ્સાઓમાં સોનું વેચીને મળેલી રકમને રહેણાંક મિલકત (રેસિડેન્શિયલ પ્રોપર્ટી)માં ઇન્વેસ્ટ કરીને LTCG ટેક્સમાંથી રાહત મેળવી શકાય છે. ટેક્સ એક્સપર્ટ્સ સલાહ આપે છે કે, આવી છૂટનો દાવો કરતા પહેલાં તમામ શરતોને સારી રીતે સમજી લેવી જોઈએ. જો માત્ર ટેક્સના દ્રષ્ટિકોણથી જોવામાં આવે, તો મેચ્યોરિટી સુધી રાખવામાં આવેલા સોવરેન ગોલ્ડ બોન્ડ સૌથી વધુ ફાયદાકારક છે, કારણ કે તેના પર કેપિટલ ગેઈન સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હોય છે. બીજી તરફ, ગોલ્ડ ETF સામાન્ય રીતે વધુ ટેક્સ એફિશિયન્ટ (ટેક્સ બચાવનારા) માનવામાં આવે છે, કારણ કે તેમાં માત્ર 12 મહિના પછી જ LTCGનો લાભ મળી જાય છે. આની સરખામણીમાં ફિઝિકલ ગોલ્ડ, ડિજિટલ ગોલ્ડ અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોએ 24 મહિનાથી વધુ રાહ જોવી પડે છે.

Follow Us