
શેરબજારની સ્થિતિ અંગે વાત કરવામાં આવે તો મેટલ અને બેંક શેરોમાં જોરદાર વેચાણને કારણે સ્થાનિક શેરબજારોમાં બે દિવસથી ચાલી રહેલો ઉછાળો સોમવારે અટકી ગયો હતો અને બંને મુખ્ય સૂચકાંકોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

BSEનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ પ્રોફિટ બુકિંગને કારણે 616.75 પોઈન્ટ અથવા 0.83 ટકા ઘટીને 73,502.64 પર બંધ થયો. ટ્રેડિંગ દરમિયાન એક સમયે તે 685.48 પોઈન્ટ સુધી સરકી ગયો હતો. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી આપની જાણકરી માટે છે. કોઈ પણ રોકાણ નિષ્ણાતોની સલાહ લીધા બાદ કરવું)