
મીન રાશિના જાતકો માટે આ સમય અનુકૂળ રહેશે. તમે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અને નવી યોજનાઓમાં રસ દાખવી શકો છો. ધ્યાન, યોગ અથવા ધાર્મિક ક્રિયાઓ તમને માનસિક શાંતિ અને સ્થિરતા આપશે. સાથે સાથે, ભવિષ્ય માટેની તમારી યોજનાઓને નવી દૃષ્ટિથી જોઈ શકશો.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય લગ્ન જીવન અને ભાગીદારી માટે શુભ સાબિત થઈ શકે છે. સંબંધોમાં સકારાત્મકતા વધશે અને જૂની ગેરસમજ દૂર થશે. વ્યવસાયિક સાથી સાથે કોઈ નવી શરૂઆત કરવા માટે આ અનુકૂળ સમય રહેશે.

કન્યા રાશિના લોકો માટે આ સમયગાળા દરમિયાન આર્થિક સ્થિતિમાં મહત્વપૂર્ણ બદલાવ જોવા મળી શકે છે. પૈસાની બાબતોમાં રાહત અનુભવાશે અને અટકેલા પૈસા કે જૂના રોકાણોમાંથી લાભ મળી શકે છે. આવક વધારવા માટે નવા અવસરો ખુલશે. નાણાકીય આયોજનને અનુસરવાથી સારું પરિણામ મળશે. આરોગ્ય સારું રહેશે અને ઊર્જા વધશે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )