સોશિયલ મીડિયા પર લાગશે લગામ ! સરકાર લાવવા જઈ રહી છે ડિજિટલ ઈન્ડિયા બિલ, આ છે આખો પ્લાન

|

Jun 15, 2024 | 10:54 PM

ભારતમાં ડેટા સુરક્ષાને મજબૂત બનાવતા 'ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ'ને કેબિનેટની મંજૂરી મળી ચૂકી છે. ભારતમાં અત્યાર સુધી કડક કાયદાના અભાવને કારણે કંપનીઓ યુઝર્સના ડેટા સાથે ચેડા કરતી હતી અને તેમની પરવાનગી વગર ડેટાનો અન્ય હેતુઓ માટે ઉપયોગ કરતી હતી.

1 / 5
ડીપ ફેક સામે સરકાર ડિજિટલ ઈન્ડિયા બિલ લાવશે. આ બિલમાં ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ફેલાતી દરેક અફવાને પહોંચી વળવા માટે જોગવાઈઓ કરવામાં આવશે. આમાં વાણી સ્વાતંત્ર્યનું પણ ધ્યાન રાખવામાં આવશે. યુટ્યુબ પર ચાલાકીપૂર્વક ફેલાવવામાં આવતા અર્ધસત્યને નિયંત્રિત કરવા માટે પણ સરકાર કામ કરશે.

2 / 5
ભારતમાં ડેટા સુરક્ષાને મજબૂત બનાવતા 'ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ'ને કેબિનેટની મંજૂરી મળી ચૂકી છે. ભારતમાં અત્યાર સુધી કડક કાયદાના અભાવને કારણે કંપનીઓ યુઝર્સના ડેટા સાથે ચેડા કરતી હતી અને તેમની પરવાનગી વગર ડેટાનો અન્ય હેતુઓ માટે ઉપયોગ કરતી હતી.

ભારતમાં ડેટા સુરક્ષાને મજબૂત બનાવતા 'ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ'ને કેબિનેટની મંજૂરી મળી ચૂકી છે. ભારતમાં અત્યાર સુધી કડક કાયદાના અભાવને કારણે કંપનીઓ યુઝર્સના ડેટા સાથે ચેડા કરતી હતી અને તેમની પરવાનગી વગર ડેટાનો અન્ય હેતુઓ માટે ઉપયોગ કરતી હતી.

3 / 5
ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલમાં એવી કંપનીઓ માટે કડક જોગવાઈ કરવામાં આવી છે જે પ્રાઈવસી અથવા ડેટા સિક્યુરિટી સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરે છે. બિલ અનુસાર નિયમોના ઉલ્લંઘન માટે કંપનીઓ પર 500 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. દેશમાં કોઈ કડક કાયદો ન હોવાથી ડેટા ધરાવનારી કંપનીઓ આનો ફાયદો ઉઠાવે છે. તાજેતરમાં, દેશમાં અનેક પ્રસંગોએ બેંક, વીમા અને ક્રેડિટ કાર્ડ સંબંધિત ડેટા લીકના સમાચારો સામે આવ્યા છે. આનાથી ડેટા સુરક્ષામાં લોકોનો વિશ્વાસ ડગમગી ગયો છે.

4 / 5
ડેટા પ્રોટેક્શન બિલની જોગવાઈઓ અનુસાર હવે જો કોઈ યૂઝર સોશિયલ મીડિયા પર પોતાનું એકાઉન્ટ ડિલીટ કરે છે તો કંપનીઓએ તેનો ડેટા પણ ડિલીટ કરવો પડશે. કંપની ફક્ત તેના વ્યવસાયિક હેતુઓ પૂરા કરવા માટે યુઝરનો ડેટા રાખી શકશે. વપરાશકર્તાઓને તેમનો વ્યક્તિગત ડેટા સુધારવા અથવા કાઢી નાખવાનો અધિકાર હશે.

5 / 5
બાળકોના અધિકારોને ધ્યાનમાં રાખીને, નવું બિલ કોઈપણ કંપની અથવા સંસ્થાને આવા ડેટા એકત્રિત કરવા પર પ્રતિબંધ મૂકશે જે બાળકોને નુકસાન પહોંચાડે છે. લક્ષિત જાહેરાતો માટે બાળકોના ડેટાને ટ્રેક કરવામાં આવશે નહીં. બાળકોના ડેટાને એક્સેસ કરવા માટે માતા-પિતાની પરવાનગી ફરજિયાત રહેશે. રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પણ બિલમાં પૂરતી જોગવાઈઓ કરવામાં આવી છે.

Next Photo Gallery