
માલીવાલનો જન્મ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં 15 ઓક્ટોબર 1984ના રોજ થયો હતો. તેના પિતા ભારતીય સશસ્ત્ર દળોના અધિકારી હતા અને માતાનું નામ સંગીતા માલીવાલ હતું. તેમને એક બહેન પણ છે.

2015માં અરવિંદ કેજરીવાલ સરકાર બન્યા બાદ માલીવાલને દિલ્હીની મહિલા આયોગની અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવી હતી. તો આજે આપણે સ્વાતિ માલિવાલના પરિવાર વિશે વાત કરીશું.

સ્વાતિ માલિવાલ દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ છે. DCWમાં સામેલ થતાં પહેલા સ્વાતિ માલિવાલે દિલ્હીના મુખ્યમંત્રીના સલાહકાર રુપે કામ કર્યું છે. સ્વાતિ માલિવાલ સામાજિક કાર્યકર્તા અન્ના હજારે અને અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળા આંદોલનની પ્રમુખ સભ્ય પણ રહી ચુકી છે.

તમને જણાવી દઈએ કે, જુલાઈ 2015માં માલીવાલ દિલ્હીની મહિલા આયોગના અધ્યક્ષના રુપમાં પહેલો કાર્યકાળ શરુ કર્યો હતો. તે સમયે તે આમ આદમી પાર્ટીની નેતા હતી. આ પદ પર તેનો કાર્યકાળ જુલાઈ 2018માં અને 3 વર્ષ માટે વધારી દેવામાં આવ્યો હતો. તે મહિલા આયુક્તની ભુમિકા નિભાવનાર સૌથી યુવા વ્યક્તિ હતી.

સ્વાતી માલિવાલ ફરી એક વખત ચર્ચામાં આવી છે. આમ આદમી પાર્ટીની સાંસદ સ્વાતિ માલિવાલે સીએમ આવાસ પર મારપીટનો મામલો જોડાયેલો છે. આ મામલે હવે પોલીસ કેજરીવાલના ઘરે લાગેલા તમામ સીસીટીવી ફુટેજની તપાસ કરશે.

આ પહેલા AAP સાંસદ સ્વાતિ માલીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી હતી, તેણે લખ્યું હતું કે મારી સાથે ખૂબ જ ખરાબ ઘટના બની છે. મેં દિલ્હી પોલીસમાં મારું નિવેદન નોંધ્યું છે.