તડકામાં ભઠ્ઠીની જેમ ગરમ થઈ રહ્યો છે તમારો સ્માર્ટફોન ? તેને ઠંડો કરવા માટે ક્યારેય ન કરતા આ મોટી ભૂલો

કાળઝાળ ગરમીમાં મોબાઈલ ઓવરહીટ થવો એ સામાન્ય બાબત છે, પણ શું તમે જાણો છો કે તમારી જ કેટલીક નાની ભૂલો ફોનની લાઈફ ટૂંકી કરી રહી છે? જાણો તેને બચાવવાની સિક્રેટ ટિપ્સ.

| Updated on: May 21, 2026 | 4:49 PM
1 / 10
ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને આ આકરા ઉનાળામાં સ્માર્ટફોન ગરમ થઈ જવો એ એક મોટી સમસ્યા બની ગઈ છે. ફોન અતિશય ગરમ થવાને કારણે તે હેંગ થવા લાગે છે, એપ્સ બરાબર ચાલતી નથી અને બેટરી પણ ખૂબ ઝડપથી ઉતરી જાય છે. ઘણીવાર આપણને લાગે છે કે આ માત્ર બહારના તાપમાનના કારણે થાય છે, પરંતુ સત્ય એ છે કે આપણી રોજિંદી કેટલીક આદતો જ ફોનને અંદરથી ભઠ્ઠી જેવો બનાવી દે છે.

2 / 10
જો તમે પણ આ દિવસોમાં સ્માર્ટફોન ગરમ થવાની પરેશાની ભોગવી રહ્યા છો, તો આ રહસ્યમય નુકસાનથી બચવા માટે આ 8 આસાન અને વૈજ્ઞાનિક રીતો તરત જ જાણી લો.

3 / 10
સીધા સૂર્યપ્રકાશથી બચાવો: ભૂલથી પણ ફોનને સીધા તડકામાં ન રાખો, ખાસ કરીને બંધ કારની અંદર ડેશબોર્ડ પર કે બારીની નજીક. ઉનાળામાં જો સ્માર્ટફોન માત્ર થોડી મિનિટો માટે પણ સીધા સૂર્યપ્રકાશમાં રહે, તો તેનું આંતરિક તાપમાન જોખમી સ્તર સુધી વધી જાય છે. તેથી તેને હંમેશા છાંયડામાં કે ખિસ્સામાં રાખો.

4 / 10
બ્રાઇટનેસ અને હેવી ટાસ્ક પર કંટ્રોલ: સ્ક્રીનની ફૂલ બ્રાઇટનેસ, સતત 5G નેટવર્કનો વપરાશ, 4K વીડિયો રેકોર્ડિંગ અથવા હાઈ-ગ્રાફિક્સ ગેમિંગ આ બધું મળીને પ્રોસેસર પર અતિશય દબાણ લાવે છે. ગરમીના દિવસોમાં બ્રાઇટનેસ ઓછી રાખો અને હેવી કામની વચ્ચે ફોનને થોડો આરામ આપો.

5 / 10
થોડીવાર માટે ફોનનું કવર હટાવી દો: બજારમાં મળતા જાડા અને સ્ટાઇલિશ કવર ફોનની અંદર પેદા થતી ગરમીને બહાર નીકળવા દેતા નથી. જ્યારે તમે ગેમિંગ કરતા હોવ, ફોન ચાર્જમાં હોય કે લાંબો વીડિયો કોલ ચાલતો હોય અને ફોન ગરમ લાગે, ત્યારે કવર તરત જ કાઢી નાખો. આનાથી ફોન ઝડપથી નોર્મલ તાપમાન પર આવી જશે.

6 / 10
ચાર્જિંગ વખતે ગેમિંગ એટલે મોટી આફત: મોબાઈલ ઓવરહીટ થવાનું આ સૌથી મોટું કારણ છે. ચાર્જિંગ દરમિયાન બેટરી કુદરતી રીતે જ થોડી ગરમ થતી હોય છે, તેવામાં જો તમે ભારે ગેમ્સ રમો તો પ્રોસેસર બમણું ગરમ થાય છે. આ બંને કામ એકસાથે કરવાથી ફોન બ્લાસ્ટ થવાનો ખતરો પણ વધી જાય છે.

7 / 10
બેકગ્રાઉન્ડ એપ્સ ક્લિયર કરો: ઘણીવાર ફોન ગરમ થવા પાછળ માત્ર બહારનું હવામાન જવાબદાર નથી હોતું. બેકગ્રાઉન્ડમાં ચાલતી અસંખ્ય એપ્સ અંદર જ અંદર પ્રોસેસર અને બેટરીનો વપરાશ ચાલુ રાખે છે. તેથી રીસન્ટ એપ્સને સમયાંતરે ક્લિયર કરો અથવા દિવસમાં એકવાર ફોનને રીસ્ટાર્ટ કરવાની આદત પાડો.

8 / 10
નકલી ચાર્જરથી રહો સાવધાન: લો-ક્વોલિટીના કે સસ્તા લોકલ ચાર્જર અને કેબલનો ઉપયોગ કરવાથી મોબાઈલ ખૂબ ઝડપથી ગરમ થાય છે. હંમેશા ઓરિજિનલ અથવા સર્ટિફાઇડ બ્રાન્ડેડ ચાર્જરનો જ આગ્રહ રાખો, કારણ કે તે પાવર સપ્લાયની સાથે તાપમાનને પણ કંટ્રોલ કરે છે.

9 / 10
સોફ્ટવેર અપડેટ રાખવું જરૂરી: જૂના સોફ્ટવેર અથવા એપ્સમાં રહેલા બગ્સ (ખામીઓ) ના કારણે પ્રોસેસર પર ખોટો લોડ પડે છે અને ફોન ગરમ થાય છે. મોબાઈલ કંપનીઓ અવારનવાર આ હીટિંગ પ્રોબ્લેમને ઠીક કરવા માટે સિક્યોરિટી અપડેટ્સ આપતી હોય છે, તેથી ફોનને હંમેશા લેટેસ્ટ વર્ઝન પર અપડેટ રાખો.

10 / 10
ફોનને ફ્રિજમાં ક્યારેય ન મૂકતા: ઘણા લોકો ફોન બહુ ગરમ થઈ જાય ત્યારે તેને જલ્દી ઠંડો કરવા માટે ફ્રિજ કે ફ્રીઝરમાં મૂકી દેવાની ગંભીર ભૂલ કરે છે. આવું ક્યારેય ન કરવું જોઈએ. તાપમાનમાં અચાનક મોટો ફેરફાર થવાને કારણે ફોનની અંદર ભેજ (મોઇશ્ચર) જમા થઈ જાય છે, જે સીધો મધરબોર્ડને શોર્ટ સર્કિટ કરીને ફોનને કાયમ માટે ડેડ કરી શકે છે. ફોનને હંમેશા પંખા નીચે કે હવા ઉજાસવાળી જગ્યાએ કુદરતી રીતે જ ઠંડો થવા દો.

Follow Us