માત્ર ટોર્ચ માટે જ નહીં, તમારા ફોનની ફ્લેશલાઇટના આ 4 સ્માર્ટ ઉપયોગ જાણી ચોંકી જશો..

તમારા સ્માર્ટફોનની ફ્લેશલાઇટ માત્ર ટોર્ચ કે ફોટો-વીડિયો માટે જ નથી, પરંતુ તે અનેક કામમાં ઉપયોગી બની શકે છે. ઘણા લોકો જાણતા નથી કે ફ્લેશલાઇટનો ઉપયોગ હાર્ટબીટ ચેક કરવા અથવા કોલ અને નોટિફિકેશન માટે શાંતિથી ચેતવણી આપવા સુધી બધું જ કરી શકે છે.

| Updated on: Mar 18, 2026 | 6:48 PM
1 / 5
ફોનના પાછળના કેમેરા પાસે આવેલી ફ્લેશલાઇટ ફક્ત અંધારામાં પ્રકાશ આપવા માટે જ નથી. જૂનો હોય કે નવો, તેનો ઉપયોગ અનેક કામોમાં થઈ શકે છે, જે વિશે ઘણા લોકો જાણતા નથી. સામાન્ય રીતે લોકો તેને ફોટો-વીડિયો માટે જ વાપરે છે, પરંતુ હકીકતમાં તે હાર્ટબીટ માપવા જેવી અન્ય ઉપયોગી બાબતોમાં પણ મદદરૂપ બને છે.

2 / 5
તમે ફોનની ફ્લેશલાઇટથી પણ તમારા હાર્ટબીટ માપી શકો છો. તેની માટે ફક્ત આંગળી ફ્લેશ પર રાખવી પડે છે, જેથી રક્તના પ્રવાહ પરથી ધબકારા માપી શકાય છે. આ કામ માટે એપ સ્ટોર અને પ્લે સ્ટોર પર ઘણી એપ્સ પણ ઉપલબ્ધ છે. ( Credits: AI Generated )

3 / 5
ઘણા લોકો ઓફિસમાં ફોનને સાયલન્ટ પર રાખે છે, જેના કારણે મહત્વપૂર્ણ કોલ કે નોટિફિકેશન ચૂકી શકાય છે. આવી સ્થિતિમાં ફ્લેશલાઇટ એલર્ટ ઉપયોગી બને છે. આ ફીચર ચાલુ કરવાથી કોલ કે મેસેજ આવે ત્યારે ફોનની ફ્લેશલાઇટ ઝબકે છે અને તમને જાણ કરે છે. આ સુવિધા મોટાભાગના ફોનમાં પહેલેથી જ ઉપલબ્ધ હોય છે, તેથી કોઈ એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી. ( Credits: AI Generated )

4 / 5
આપત્તિ સમયે ફોનની ફ્લેશલાઇટ ખૂબ કામ આવી શકે છે. તમે તેને SOS સિગ્નલ આપવા માટે ઉપયોગ કરી શકો છો, જેમાં લાઇટ ખાસ પેટર્નમાં ઝબકે છે. જો તમે ક્યાંક ફસાયા હો અને મદદ જોઈએ, તો આ રીતે ફ્લેશલાઇટથી દૂર સુધી સંકેત મોકલી શકાય છે. ( Credits: AI Generated )

5 / 5
જો તમને હોટલના રૂમમાં છુપાયેલો કેમેરો હોવાની શંકા હોય, તો ફોનની ફ્લેશલાઇટ મદદરૂપ થઈ શકે છે. રૂમની લાઇટ બંધ કરીને ફ્લેશલાઇટથી આસપાસ તપાસ કરો. જો ક્યાંક કેમેરો હશે, તો તેના લેન્સ પરથી લાઇટ પરાવર્તિત થઈને દેખાઈ શકે છે, જેથી તેને ઓળખવામાં મદદ મળે છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated )

Follow Us