
MCX પર સિલ્વર જુલાઈ વાયદાનો ભાવ 93,910 રૂપિયાની આસપાસનો છે. ઓપ્શન ડેટા મુજબ 94,000ના એટીએમ સ્ટ્રાઈક પર પુટ ઓપ્શનનો LTP લગભગ 2844 રૂપિયા છે, જ્યારે કૉલ ઓપ્શનનો LTP 1710 રૂપિયા છે.

મહતમ પેન સ્તર 94,500 રૂપિયા છે, જેનાથી સંકેત મળે છે કે બજાર આ સ્તર તરફ ખેંચાઈ શકે છે.પુટ કૉલ રેશિયો 0.27 છે, જે દર્શાવે છે કે કૉલ રાઇટિંગ વધુ છે અને બજારમાં હળવી તેજી રહી શકે છે.

હાલની એટલે કે, વર્તમાન ભાવની વાત કરીએ તો, ચાંદી 93,910 રૂપિયા પર છે જેનો શુક્રવાર સુધીનો સંભવિત લક્ષ્યાંક 94,200 થી 94,800 રૂપિયાનો છે. ટૂંકમાં કહીએ તો, ચાંદીમાં થોડો અપટ્રેન્ડ અથવા રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ જોવા મળી શકે છે.

રોકાણકારોએ જો રોકાણ કરવું હોય તો તેઓ 93,600 થી 93,800 સુધીના સ્તરે ખરીદી કરી શકે છે. આનો ટાર્ગેટ 94,500 રૂપિયા સુધી જઈ શકે છે. જો સ્ટોપલોસની વાત કરીએ તો, તે 93,200 પર અટકી શકે છે.

ઓપ્શન ટ્રેડર્સને ધ્યાનમાં રાખીને જોઈએ તો, 93,500 અથવા 94,000ના કૉલ ઓપ્શન પર તેઓ ખરીદી શકે છે અને ગુરુવાર સવારે અથવા શુક્રવાર સવારે તેઓ એક્ઝિટ કરી શકે છે.