દેવભૂમિ દ્વારકામાં ઓખા-બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર, બ્રિજની નયનરમ્ય નજારો આવ્યો સામે- જુઓ Photos
દેવભૂમિ દ્વારકામાં ઓખાથી બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિુજ બનીને સંપૂર્ણપણે બનીને તૈયાર છે. 900 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ બનતા અંદાજીત અઢી કિલોમીટરનો સિગ્નેચર પુલ બનતા વાહનથી કે ચાલીને બેટ દ્વારકા જઈ શકાશે. વર્ષ 2016માં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ બ્રિજના કામને મંજૂરી આપી હતી. બ્રિજનો શિલાન્યાસ 7 ઓક્ટોબર 2017ના રોજ પીએમ મોદીએ કર્યો હતો.
1 / 10
દ્વારકામાં ઓખાથી બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. બ્રિજની લંબાઈ 2320 મી છે, જેમા 900 મીટરનો કેબલ સ્ટેયડ છે. આ બ્રિજની નયનરમ્ય તસવીરો સામે આવી છે.
2 / 10
દેશના સૌથી મોટા બ્રિજની મુખ્ય ગાળાની લંબાઈ 500 મીટર છે જેમા મુખ્ય બે પિલર ઉંચાઈ 130 મીટર છે.
3 / 10
બ્રિજના મુખ્ય ગાળામાં બે પાયલોન પર કોતરણી કરીને 20 બાય 12 ના 4 મોરપીછનું ચિત્રકામ કરવામાં આવ્યુ છે.
4 / 10
પુલની પહોળાઈ 27.20 મીટર ચાર માર્ગીય તૈયાર કરવામાં આવેલ છે. જેમાં બંને તરફ 2.50 મીટર પહોળો ફુટપાથ રાખવામાં આવ્યો છે.
5 / 10
ફુટપાથ ઉપર સોલાર પેનલથી 1 મેગાવોટ વિજળીનુ ઉત્પાદન થશે. જેનાથી બ્રિજ ઉપરની સ્ટ્રીટલાઈટ જરૂરીયાત પુરી પાડવામાં આવે છે
6 / 10
બ્રિજ 44 પીલરો તૈયાર કરવામાં આવેલ છે. જેને તૈયાર કરતા અંદાજીત ત્રણ વર્ષનો સમય લાગેલ છે.
7 / 10
બ્રિજમાં કુલ 150,000 કુબીક મીટર કોન્ક્રીટ અને 26500 ટન લોખંડનો ઉપયોગ કરવામાં આવેલ છે.
8 / 10
થોડા દિવસોમાં જ આ પીએમ મોદી દ્વારા આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે, જેની હાલ તૈયારીઓ ચાલી રહી છે. બ્રિજ અવરજવર માટે ખુલ્લો મુકાતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે. સિગ્નેચર બ્રિજના કારણે દરીયા પાર કરીને વાહનથી લોકો બેટ-દ્રારકા અવર-જવર કરી શકશે.
9 / 10
બ્રિજના કુલ 12 લોકેશન પર વ્યુ ગેલેરીનુ રાખવામાં આવી છે.
10 / 10
સિગ્રનેચર બ્રિજ કુલ 468 કોન્ક્રીટ સેગ્મેન્ટ એપ્રોચ બ્રિજમાં અને 77 સ્ટીલ સેગ્મેન્ટ મેઈન બ્રિજમાં તૈયાર કરવામાં આવેલ છે. આ સેગ્મેન્ટસની ડીઝાઈન તૈયાર કરવાથી લઈને સ્થળ પર ઈરેકશન સુધીની કામગીરી લઈ સ્થળ પર વિવિધ કામગીરી માટે તાંત્રિક ઈજનેરો અને મજુરો અંદાજીત 450 લોકો દ્રારા કરવામાં આવેલ છે.
Published On - 9:18 pm, Thu, 8 February 24