Stock Market : શેર છે કે કુબેરનો ખજાનો ? બજાર ગબડી રહ્યું છે તેમ છતાંય પૈસાનો વરસાદ થયો; રોકાણકારો 1 કલાકમાં ₹619.01 કરોડ કમાયા !

શેરબજારનો હાલ 'બેહાલ' છે અને એવામાં એક શેર એવો છે કે, જે મંગળવારે રોકાણકારોને માલામાલ કરી ગયો. વાત એમ છે કે, રોકાણકારોએ આ શેરથી 1 કલાકમાં જ ₹619.01 કરોડ કમાઈ લીધા છે. તો ચાલો જાણીએ કે, સ્ટોક માર્કેટમાં મંદીના માહોલ વચ્ચે કયા શેરે રોકાણકારોને માલામાલ કરી દીધા.

| Updated on: Jun 17, 2025 | 4:49 PM
4 / 7
કંપનીએ સોમવારે એક્સચેન્જને માહિતી આપી હતી કે, બોર્ડે 20 લાખ ઇક્વિટી શેરના બાયબેકને મંજૂરી આપી છે. આ શેર કંપનીની કુલ મૂડીના લગભગ 1.49 ટકા છે. 'બાયબેક કિંમત' પ્રતિ શેર 875 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જે સોમવારના 657.15 રૂપિયાના ક્લોઝિંગ પ્રાઇસથી 33 ટકા પ્રીમિયમ પર છે.

5 / 7
બાયબેક ટેન્ડર ઑફર રૂટ મારફતે થશે, એટલે કે તે તમામ એલિજિબલ શેરધારકો વચ્ચે પ્રોપોર્શનેટના આધારે રહેશે. રેકોર્ડ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. કંપની બાયબેક માટે શેરધારકોની મંજૂરી લેવા ઇ-વોટિંગ અને પોસ્ટલ બેલેટ દ્વારા સ્પેશિયલ રિઝોલ્યુશન લાવશે.

6 / 7
મંગળવારે શરૂઆતમાં શેર 7.6 ટકા ઉછળી રૂ. 707 પર પહોંચી ગયો હતો. છેલ્લા એક મહિનામાં આ શેરે 19 ટકાનું રિટર્ન આપ્યું છે. જો કે, છેલ્લા એક વર્ષમાં તેમાં 30 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તેમ છતાંય, લાંબા ગાળાના નજરે જોવા જઈએ તો છેલ્લાં 5 વર્ષમાં શેરે 856 ટકાનું રિટર્ન આપ્યું છે.

7 / 7
હવે જો બાયબેકના ભૂતકાળના ઇતિહાસ પર નજર કરીએ તો, 2020માં કંપનીએ પ્રતિ શેર રૂ. 1200ના ભાવે રૂ. 154 કરોડનું બાયબેક કર્યું હતું. ત્યારબાદ 2022માં પણ કંપનીએ 170 કરોડ રૂપિયાનું બાયબેક જાહેર કર્યું હતું, જે ફરીથી રૂ. 1200ના જ ભાવે કરવામાં આવ્યું હતું.