
ઐતિહાસિક રીતે શાહ સમુદાયના લોકો વેપારી, ઝવેરીઓ અથવા શાહુકાર હતા. તેમજ નેપાળમાં રાજવી પરિવારમાં શાહ અટકનો ઉપયોગ કરવામાં આવે છે.

પૃથ્વી નારાયણ શાહે નેપાળને એક કર્યું અને શાહ રાજવંશનો પાયો નાખ્યો હતો. નેપાળમાં પણ શાહનો અર્થ રાજવી અથવા રાજા થાય છે.

મુસ્લિમ સમાજમાં શાહ અટક ઘણીવાર સૂફી સંતો, પીરો અથવા આધ્યાત્મિક શિક્ષકો સાથે સંકળાયેલી હોય છે.

શાહ અટક એક માનનીય બિરુદ તરીકે આપવામાં આવે છે. જેમ કે "પીર શાહ", "સૈયદ શાહ" સહિતના સંતો, પીરોના નામ સાથે લખવામાં આવે છે.

ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ઘણા મુસ્લિમ પરિવારોએ આ અટક તરીકે અપનાવી છે.

મુસ્લિમ પરંપરામાં તેનો ઉપયોગ ફક્ત રાજકીય રાજા માટે નહીં, પણ "આધ્યાત્મિક નેતા" માટે થાય છે.

શાહ અટક ઘણીવાર ઈરાન, કાશ્મીર, મધ્ય એશિયા અથવા સૂફી પરંપરા સાથે જોડાયેલા પરિવારોમાં જોવા મળે છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
Published On - 10:01 am, Sat, 26 April 25