
તેમણે કહ્યુ અગ્રણી EV ચાર્જર ઉત્પાદક તરીકે, અમારું ધ્યેય ભારતને એક એવું રાષ્ટ્ર બનાવવાનું છે જ્યાં EV એ માત્ર એક સ્વપ્ન જ નહીં પરંતુ એક સહિયારી દ્રષ્ટિ અને અવિરત સમર્પણ દ્વારા જીવંત વાસ્તવિકતા છે”

સર્વોટેક પાવર સિસ્ટમ લિમિટેડ 2004માં શરુ થઇ હતી. આ કંપની એલઇડી લાઇટ અને સોલર પાવર પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. તે SPSL હાઇ-એન્ડ સોલર પ્રોડક્ટ્સ અને EV ચાર્જર્સના બિઝનેસમાં છે. જે તેજ ગતિથી વિકાસ કરી રહ્યો છે. ફાસ્ટ ડીસી ચાર્જર, હોમ એસી ચાર્જર અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે મળીને તેણે 2400થી વધુ EV ચાર્જર ઇન્સ્ટોલ કર્યા છે.

Servotech Power Systems Ltdનું માર્કેટ કેપિટલ 2,080 કરોડ રુપિયા છે.તો તેના શેરની ફેસ વેલ્યૂ 1 રુપિયો છે. આ કંપનીના માથે માત્ર 47.3 કરોડ રુપિયાનું દેવુ છે.તેની શેર પ્રાઇઝ 23 ફેબ્રુઆરી 2024ના રોજ 97.20 રુપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)