
અલ્ઝાઇમરનું જોખમ : સંશોધનો દર્શાવે છે કે પેઢાના રોગો અને મગજ સંબંધિત રોગો વચ્ચે સંબંધ હોય શકે છે. પેઢામાં રહેલા બેક્ટેરિયા મગજ સુધી પહોંચીને બળતરા પેદા કરી શકે છે, જે લાંબા ગાળે યાદશક્તિ ખોઇ જવાની શરૂઆત (અલ્ઝાઇમર) તરફ દોરી શકે છે.

ગર્ભાવસ્થાની જટિલતાઓ : સગર્ભા સ્ત્રીઓ માટે મોંનું સ્વાસ્થ્ય વધુ મહત્વ ધરાવે છે. ગર્ભાવસ્થા દરમિયાન પેઢાના રોગો અકાળ પ્રસૂતિ અથવા ઓછા વજનવાળા બાળકના જન્મ સાથે સંબંધિત હોવાનું જાણી શકાયું છે. તેથી આ સમયગાળા દરમિયાન મોંની દેખભાળ વધુ ખાસ લેવી જોઈએ.

હાડકાંની નબળાઈ અને દાંતનું ખવાઈ જવું : જ્યારે પેઢાનો રોગ વધી જાય છે, ત્યારે તે દાંતને ટેકો આપતા હાડકાંને અસર કરે છે. આ કારણે દાંત હલવા થઈ શકે છે અને સમયગાળા સાથે પડી પણ શકે છે. લાંબા ગાળે જોઈએ તો ઓસ્ટિયોપોરોસિસ જેવી સમસ્યાઓનું જોખમ પણ વધી શકે છે.

અન્ય અંગો જેટલું જ દાંતનું સ્વાસ્થ્ય પણ મહત્વપૂર્ણ છે, અને તેને જાળવવા માટે નિયમિત કાળજી જરૂરી છે. દરરોજ સવારે ઉઠ્યા પછી અને રાત્રે સુતા પહેલા દાંત બ્રશ કરવો જરૂરી છે, જેથી મોઢામાં જીવાણુઓનો જમાવાળો થતો રોકી શકાય. ફલોસિંગ દ્વારા દાંત વચ્ચે અટવાયેલા ખોરાકના કણો અને પ્લાક દૂર કરી શકાય છે, જે સામાન્ય બ્રશથી સાફ થતાં નથી. ઉપરાંત, મોઢું સ્વચ્છ રાખવા માટે માઉથવોશનો ઉપયોગ પણ કરો, જે બેક્ટેરિયાને નષ્ટ કરવા અને શ્વાસને તાજું રાખવામાં મદદરૂપ થાય છે. દર છ મહિનામાં ડેન્ટલ ચેકઅપ કરાવવાથી કોઈ પણ સમસ્યા અગાઉથી પકડાઈ જાય છે અને સમયસર ઉપચાર થઈ શકે છે. તેમ જ, વધુ ખાંડવાળી વસ્તુઓનો સેવન ટાળો, કારણ કે તે કેવિટીઝ અને દાંતના નુકસાનનું કારણ બની શકે છે. આમ, દૈનિક સાધનોથી જ સરળતાથી દાંતના સ્વાસ્થ્યને સુધારી શકાય છે અને અનેક ગંભીર રોગોથી બચી શકાય છે. (All Image - Canva)