ભારતનું ઝડપથી વિકસતું સેમિકન્ડક્ટર સેક્ટર રોજગાર સર્જન માટે પૂરતી તકો પ્રદાન કરે છે. એક અભ્યાસ મુજબ 2026 સુધીમાં આ ઉદ્યોગમાં 10 લાખ નોકરીઓનું સર્જન થવાની ધારણા છે. NLB સર્વિસિસના રિપોર્ટ અનુસાર, ચિપ મેન્યુફેક્ચરિંગ, ચિપ ડિઝાઇન, એસેમ્બલિંગ, ટેસ્ટિંગ, માર્કિંગ, પેકેજિંગ, કોમ્પ્લિમેન્ટરી સોફ્ટવેર ડેવલપમેન્ટ, સપ્લાય ચેઇન વગેરે ક્ષેત્રોમાં રોજગારની ઘણી તકો હશે. માત્ર ચિપ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં જ આગામી બે વર્ષમાં ત્રણ લાખ રોજગારીની તકો ઊભી થશે. એક અંદાજ મુજબ ATMP સેક્ટર (એસેમ્બલિંગ, ટેસ્ટિંગ, માર્કિંગ, પેકેજિંગ)માં બે લાખ નોકરીઓનું સર્જન થઈ શકે છે.