Self Love : પહેલા ખુદને…પોતાની જાતને કરો ‘પ્રેમ’, સેલ્ફ લવ માટે આ 5 ટેવ અપનાવો
Self Love Tips : દરેક વ્યક્તિ માટે સેલ્ફ લવ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જ્યારે તમે તમારી જાતને પ્રેમ કરો છો, ત્યારે તમે અંદરથી આનંદ અનુભવો છો. તેના કારણે તમે પર્સનલ અને પ્રોફેશનલ જીવન પર વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. તો ચાલો જાણીએ સેલ્ફ લવની પાંચ ટેવો.
1 / 7
પરિવારનું ધ્યાન રાખવું, કામ પર બહાર જવું અને જીવનની અન્ય જવાબદારીઓ, સંબંધો જાળવવા, આ બધું કોઈને પણ તણાવનું કારણ બને છે. જે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. કામ અને પારિવારિક જવાબદારીઓ વચ્ચે પણ વ્યક્તિએ પોતાને પ્રેમ કરવાનું ભૂલવું જોઈએ નહીં. જે વ્યક્તિ પોતાની જાતને પ્રેમ કરે છે તે અન્ય લોકો સાથે પણ પોતાનો પ્રેમ વહેંચી શકે છે અને તેમની સંભાળ રાખી શકે છે. સેલ્ફ લવનો અર્થ ફક્ત તમારા વિશે વિચારવાનો નથી પરંતુ તે મહત્વપૂર્ણ છે કે વ્યસ્ત હોવા છતાં તમે તમારા માટે સમય કાઢો અને કેટલીક વસ્તુઓ કરો. જેનાથી તમે હળવાશ અને ખુશ અનુભવો.
2 / 7
જવાબદારીઓ વચ્ચે ઘણી વખત વ્યક્તિ પોતાની જાતને પ્રેમ કરવાનું ભૂલી જાય છે. દરેક વ્યક્તિએ સ્લેફ લવ માટે કેટલીક આદતો અપનાવવી જોઈએ અને પર્સનલ અને પ્રોફેશનલ જીવનની વ્યસ્તતા વચ્ચે પણ પોતાના માટે સમય કાઢવો જોઈએ. તો ચાલો જાણીએ સેલ્ફ લવ માટે કઈ આદતો અપનાવવી જોઈએ.
3 / 7
ફિટનેસ અને સ્વાસ્થ્ય સૌથી મહત્વપૂર્ણ છે : જો તમે તમારી જાતને પ્રેમ કરશો તો તમે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખશો. તમારે તમારી દિનચર્યામાં તમારી ફિટનેસ માટે થોડો સમય કાઢવો જોઈએ. સવારે કે સાંજે થોડું વૉકિંગ, જોગિંગ અથવા હળવી કસરત, યોગ, ધ્યાન ચોક્કસ કરવું જોઈએ. આ સિવાય ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. વ્યસ્ત હોવા છતાં હેલ્ધી ખાઓ અને યોગ્ય સમયે જમી લો. દરેક વ્યક્તિએ હંમેશા આ સેલ્ફ કેરના રૂટિનનું પાલન કરવું જોઈએ.
4 / 7
તમારી જાતને પ્રાયોરિટી આપો : ઘણી વખત લોકો વિચારે છે કે પહેલા પોતાના વિશે વિચારવું સેલ્ફિશ છે, પરંતુ એવું નથી. બીજા વિશે વિચારવાની સાથે-સાથે સૌથી પહેલા પોતાની જાતને પ્રાથમિકતા આપવી ખૂબ જરૂરી છે. કોઈ સારું કામ કર્યા પછી કોઈ તમારો આભાર માને કે ન આપે પરંતુ તમારે તમારો આભાર માનવો જોઈએ અને આ માટે તમે સેલ્ફ ટ્રિટ પણ લઈ શકો છો.
5 / 7
ટોક્સિક લોકોને નો એન્ટ્રી : તમારા જીવનમાં કેટલીક સીમાઓ બનાવવી મહત્વપૂર્ણ છે. એવા લોકોથી અંતર રાખો જે તમારા જીવનમાં ઝેર ફેલાવે છે. જો તમે કોઈને ખૂબ પ્રેમ કરો છો અથવા કોઈ સંબંધ છે જેને છોડી શકાય તેમ નથી તો પણ એટલું અંતર રાખો કે લોકો તમારા પર્સનલ લાઈફમાં દખલ ન કરે.
6 / 7
દરરોજ તમારી પસંદગીનું એક કામ કરો : સેલ્ફ સવ માટે તમારી મનપસંદ વસ્તુઓ પર પણ ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. દરરોજ તમારી પસંદગીનું કોઈ કામ કરો. જેમ કે રસોઈ, બાગકામ અથવા સંગીત, કલા, પુસ્તક વાંચન, ડ્રોઈંગ જેવી વસ્તુઓ કરવી.
7 / 7
સોલો ટ્રાવેલની આદત પાડો : અમુક સમય માટે એકલા રહેવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને વધુ સારી રીતે ઓળખી શકશો. આવી સ્થિતિમાં જ્યાં તમે એકલા જાવ ત્યાં થોડા દિવસોના અંતરાલ પર આવી ટ્રિપનું આયોજન કરો. એકલા મુસાફરી કરવાનું શીખો. આ એક અલગ અનુભવ હશે. આનાથી તમે થોડાં સમય માટે બિઝી જીવનથી દૂર રહેશો.