‘કોફી અને ચા’ સફેદ વાળ વધતા અટકાવશે! વાળ કાળા કરવા માટેના આ 3 ઉપાય તમને ખબર છે કે નહીં?

આજકાલ લોકો અલગ અલગ પ્રકારની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. હાલના સમયમાં સ્વાસ્થ્યથી લઈને ત્વચા અને વાળ સુધીની સમસ્યાઓ લોકોને મુશ્કેલીમાં મૂકી રહી છે. વાળનું અકાળે સફેદ થવું એ આ સમસ્યાઓમાંથી એક છે.

| Updated on: Jan 10, 2026 | 8:20 PM
1 / 5
ઘણા લોકો સફેદ વાળ જોતાંની સાથે જ તેને તોડી નાખે છે અને ફેંકી દે છે પરંતુ ઘણા લોકો માને છે કે, જો સફેદ વાળ તૂટે તો તે પાછળથી વધી શકે છે. હવે વાસ્તવમાં આ સાચું નથી અને નિષ્ણાતો પોતે પણ સહમત છે.

2 / 5
એવામાં આનો અર્થ એ નથી કે, સફેદ વાળથી છુટકારો મેળવવાનો એકમાત્ર રસ્તો તેને તોડવાનો છે. તમે કેટલાક ઘરેલું ઉપાયો દ્વારા નેચરલી રીતે તમારા વાળ કાળા પણ કરી શકો છો.

3 / 5
વાળ કાળા કરવા માટે મહેંદી અને કોફી એક અસરકારક ઉપાય માનવામાં આવે છે. ટૂંકમાં જ્યારે મહેંદીમાં કોફી ઉમેરવામાં આવે છે, ત્યારે તે વાળને કાળો રંગ આપે છે. આનો ઉપયોગ કરવા માટે મહેંદી પાવડરને એક કપ ગરમ કોફીમાં ભેળવીને રાખો અને તે ઠંડુ થયા પછી તેની જાડી પેસ્ટ બનાવો. આ પેસ્ટને આખી રાત રહેવા દો, પછી બીજા દિવસે તેને તમારા વાળમાં લગાવો અને એક કલાક માટે રહેવા દો. આ પછી તમારા વાળ ધોઈ લો.

4 / 5
ચા મોટાભાગના લોકો પીવે છે પરંતુ શું તમે જાણો છો કે, આ જ ચા તમારા વાળને કાળા પણ કરી શકે છે? જો તમે નેચરલી રીતે તમારા વાળ કાળા કરવા માંગતા હોવ, તો 'ચા'ના પાણીનો ઉપયોગ ફાયદાકારક રહેશે. આમાં હાજર ટેનિક એસિડ વાળને નેચરલી કાળો રંગ આપે છે. આ કરવા માટે, 'ચા'ના પાનને એક કપ પાણીમાં ઉકાળો અને ઠંડુ થયા બાદ તેને ગાળી લો. હવે શેમ્પૂ કર્યા પછી આ પાણીથી તમારા વાળ ધોઈ લો. આને 10-15 મિનિટ માટે રહેવા દો અને પછી સામાન્ય પાણીથી ધોઈ લો.

5 / 5
જો તમે નેચરલી રીતે તમારા વાળ કાળા કરવા માંગતા હોવ, તો આમળા અને શિકાકાઈ એક બેસ્ટ વિકલ્પ છે. તેના પાવડરને સમાન માત્રામાં લો અને પાણી અથવા દહીં સાથે ભેળવીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને તમારા વાળ અને માથાની ચામડી પર લગાવો, ત્યારબાદ તેને 25-30 મિનિટ માટે રહેવા દો. નોંધપાત્ર ફાયદા માટે અઠવાડિયામાં બે વાર આનો ઉપયોગ કરો.

Published On - 8:19 pm, Sat, 10 January 26