SEBI એ કોર્પોરેટ બોન્ડની કિંમતમાં 90%નો ઘટાડો કર્યો, સામાન્ય રોકાણકારને જોડવાનો પ્રયાસ

|

Jul 04, 2024 | 7:07 AM

માર્કેટ રેગ્યુલેટર સેબીએ બુધવારે કંપનીઓ દ્વારા ઈશ્યુ કરાયેલા કોર્પોરેટ બોન્ડ્સ તરફ રિટેલ રોકાણકારોને આકર્ષવા માટે એક મોટું પગલું ભર્યું છે. આ અંતર્ગત બોન્ડની ફેસ વેલ્યુ 1 લાખ રૂપિયાથી ઘટાડીને 10,000 રૂપિયા કરવામાં આવી છે.

1 / 6

2 / 6
બજારના સહભાગીઓ માને છે કે બોન્ડની કિંમત ઘટાડવાથી વધુ બિન-સંસ્થાકીય રોકાણકારો કોર્પોરેટ બોન્ડ માર્કેટમાં ભાગ લેવા પ્રોત્સાહિત થશે. આ સાથે તેનાથી રોકાણ વધારવામાં પણ મદદ મળશે.

3 / 6
સેબીએ એક પરિપત્રમાં જણાવ્યું હતું કે, 'એક બોન્ડ ઇશ્યુ કરનાર રૂપિયા 10,000ની ફેસ વેલ્યુ પર ખાનગી ફાળવણીના આધારે કોર્પોરેટ બોન્ડ અથવા નોન-કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર ઇશ્યૂ કરી શકે છે. જોકે, આ વ્યવસ્થા અમુક શરતોને આધીન રહેશે.'

4 / 6
જનરલ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ (GID)ના સંદર્ભમાં માર્કેટ રેગ્યુલેટરે જણાવ્યું હતું કે ઇશ્યુઅર રૂપિયા 10,000ના ફેસ વેલ્યુના ઇન્સ્ટોલમેન્ટ એલોટમેન્ટ મેમોરેન્ડમ દ્વારા ફંડ એકત્ર કરી શકે છે. જો કે તેની ઓછામાં ઓછી એક મર્ચન્ટ બેન્કર દ્વારા તપાસ કરવામાં આવી હોય તે જરૂરી છે.

5 / 6
સેબીએ ઓક્ટોબર 2022માં કોર્પોરેટ બોન્ડની ફેસ વેલ્યુ રૂપિયા 10 લાખથી ઘટાડીને રૂપિયા 1 લાખ કરી હતી. પરંતુ રિટેલ રોકાણકારોને આકર્ષવા માટે હવે તેને વધુ ઘટાડીને 10,000 રૂપિયા કરવામાં આવી રહી છે.

6 / 6
Stock Market Disclaimer

Stock Market Disclaimer

Next Photo Gallery