
SBI એન્યુઈટી સ્કીમ : SBI એન્યુઇટી સ્કીમમાં રોકાણ માત્ર એક જ વાર કરવાનું હોય છે. જે બાદ ગ્રાહકને દર મહિને વ્યાજ સાથે મૂળ રકમ આપવામાં આવે છે. આ વ્યાજ દર 3 મહિને ખાતામાં બાકી રહેલી રકમ પર ચક્રવૃદ્ધિના આધારે ગણવામાં આવે છે. SBI એન્યુઇટી સ્કીમમાં મળતું વ્યાજ FD જેટલું હોય છે.

SBI સર્વોત્તમ : SBI સર્વોત્તમ ફિક્સ્ડ ડિપોઝિટ હેઠળ, બેંક બે વર્ષના કાર્યકાળ માટે 7.4 ટકા વ્યાજ ઓફર કરે છે. 1 વર્ષના સમયગાળા માટે વ્યાજ દર 7.10 ટકા છે. વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા વધારે વ્યાજ મળે છે. વરિષ્ઠ નાગરિકોને 2 વર્ષમાં પાકતી થાપણો પર 7.9 ટકા વ્યાજ મળશે. તેમને 1 વર્ષ માટે 7.6 ટકા વ્યાજ મળશે.
Published On - 7:22 pm, Sat, 16 March 24