
સુરક્ષિત રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ: શેરબજારના જોખમો વચ્ચે આજે પણ લોકો SBIની FD પર સૌથી વધુ ભરોસો કરે છે. SBI હાલમાં 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD પર 3.05% થી 7.15% સુધીનું વ્યાજ ઓફર કરી રહી છે.

60 મહિનાની FD પર વ્યાજ દર : SBIમાં 5 વર્ષ (60 મહિના) માટે રોકાણ કરવા પર સામાન્ય નાગરિકોને 6.05%, વરિષ્ઠ નાગરિકોને 7.05% અને અતિ વરિષ્ઠ નાગરિકોને (80+ વર્ષ) 7.15% વ્યાજ મળી રહ્યું છે.

સામાન્ય નાગરિકો માટે ગણિત : જો કોઈ સામાન્ય નાગરિક 5 વર્ષ માટે ₹4,00,000 જમા કરે છે, તો તેને મેચ્યોરિટી પર ₹1,40,071 વ્યાજ મળશે. એટલે કે કુલ ₹5,40,071 પરત મળશે.

વરિષ્ઠ નાગરિકો (Senior Citizens) માટે ફાયદો : સિનિયર સિટિઝન્સને ₹4 લાખના રોકાણ પર 5 વર્ષ પછી ₹1,67,303 વ્યાજ સાથે કુલ ₹5,67,303 મળશે. તેમને સામાન્ય નાગરિકો કરતા 1% વધુ વ્યાજ મળે છે.

અતિ વરિષ્ઠ નાગરિકો (80+ વર્ષ) માટે બમ્પર વ્યાજ : 80 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને ₹4 લાખ પર સૌથી વધુ ₹1,70,097 વ્યાજ મળશે. મેચ્યોરિટી સમયે તેમના ખાતામાં કુલ ₹5,70,097 જમા થશે.

અમૃત વૃષ્ટિ સ્કીમ (Amrit Vrishti): બેંકની ખાસ 444 દિવસની 'અમૃત વૃષ્ટિ' સ્કીમમાં પણ રોકાણ કરી શકાય છે, જેમાં સામાન્ય નાગરિકોને 6.45% સુધીનું ઊંચું વ્યાજ મળે છે.