
ઈક્વિટી માર્કેટમાં રોકાણ કરીને સારું વળતર મેળવી શકાય છે અને જે રોકાણકારો કન્ઝર્વેટિવ (જોખમ લેવામાં સાવધ) છે, તેઓ મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા પોતાના પોર્ટફોલિયોમાં ઈક્વિટી માર્કેટનું એક્સપોઝર રાખે છે. બસ આમાં એક ખામી એ છે કે, તેમાં જે પૈસા રોકવામાં આવે છે; તેના પર એક વિકલ્પ સિવાય કોઈ ટેક્સ ડિડક્શન મળતું નથી.

અહીં તે જ એક મ્યુચ્યુઅલ ફંડ વિકલ્પ એટલે કે ELSS (ઈક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ) વિશે જણાવવામાં આવી રહ્યું છે, જેમાં રોકાણથી સારું વળતર મેળવી શકાય છે અને એવું પણ નથી કે ટેક્સ બેનિફિટ મળી રહ્યો છે, તો વળતર મ્યુચ્યુઅલ ફંડ્સના અન્ય વિકલ્પોની તુલનામાં નબળું રહેશે. ખાસ વાત એ છે કે, આમાં મોંઘવારીને માત આપતા જોરદાર વળતર પણ મેળવી શકાય છે.

આ સિવાય એક બીજી ખાસ વાત એ છે કે, ઈન્કમ ટેક્સ એક્ટના સેક્શન 80C હેઠળ જૂની ટેક્સ રિજીમમાં ટેક્સ બચાવવાના જેટલા પણ ઉપાયો છે. તેમાં સૌથી ઓછો લોક-ઈન પિરિયડ પણ આનો જ છે. ELSS મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ પર જૂની ટેક્સ રિજીમમાં ઈન્કમ ટેક્સ એક્ટના સેક્શન 80C હેઠળ એક નાણાકીય વર્ષમાં ₹1.50 લાખ સુધીના રોકાણ પર ડિડક્શન ક્લેમ કરી શકાય છે.

એક વર્ષથી વધુ હોલ્ડિંગને રિડીમ કરવા પર એટલે કે લોંગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) માંથી ₹1 લાખથી વધુ જે નફો થાય છે, તેના પર 10% ના દરે અને એક વર્ષથી ઓછા હોલ્ડિંગને રિડીમ કરવા પર એટલે કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન (STCG) પર 20% ના દરે ટેક્સ આપવો પડશે.

ELSSના યુનિટ્સના રિડેમ્પશન પર કોઈ TDS (ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ) નથી. ELSS એકમાત્ર એવો મ્યુચ્યુઅલ ફંડ પ્લાન છે, જેમાં ટેક્સ બેનિફિટ્સ મળે છે. એક બીજી ખાસ વાત એ છે કે, સેક્શન 80C હેઠળ જે પણ રોકાણ પ્લાન છે, તેમાં સૌથી ઓછો લોક-ઈન પિરિયડ આનો જ છે. ઉદાહરણ તરીકે, PPF માં 15 વર્ષનો લોક-ઈન છે અને ટેક્સ-સેવિંગ FD નો લોક-ઈન 5 વર્ષનો છે પરંતુ ELSSના કિસ્સામાં તે માત્ર 3 વર્ષનો જ છે.

ELSSમાં લોક-ઈન પિરિયડ પૂરો થયા પછી યુનિટ્સ વેચવા પર કોઈ એક્ઝિટ લોડ લાગશે નહીં. આમાં ઈચ્છો તો એકસાથે રકમ (લમ્પસમ) રોકી શકો છો અથવા SIP (સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન) એટલે કે એક ચોક્કસ સમયાંતરે થોડું-થોડું કરીને પણ લાંબાગાળે સારો ફંડ તૈયાર કરી શકો છો.

ELSSમાં વળતર પણ જોરદાર મળે છે. માત્ર ત્રણ વર્ષના જ આંકડાઓની વાત કરીએ તો, મોતીલાલ ઓસવાલ ઈએલએસએસ ટેક્સ ફંડ ડાયરેક્ટ ગ્રોથમાં વાર્ષિક 23.84%, આઈટીઆઈ ઈએલએસએસ ટેક્સ સેવર ફંડ ડાયરેક્ટ ગ્રોથમાં 19.45%, વ્હાઈટઓક કેપિટલ ઈએલએસએસ ટેક્સ ફંડ ડાયરેક્ટ ગ્રોથમાં 18.63%, એચએસબીસી ઈએલએસએસ ટેક્સ સેવર ફંડ ડાયરેક્ટ ગ્રોથમાં 18.34% અને જેએમ ઈએલએસએસ ટેક્સ સેવર ફંડ ડાયરેક્ટ ગ્રોથમાં 18.27% ની ઝડપે વધ્યું છે.