વિરાટ કોહલી તરફથી મળેલુ બેટ બન્યુ ગેમ ચેન્જર, સનત સાંગવાને DPLમાં મચાવી તબાહી !

વિરાટ કોહલી પાસેથી બેટ મેળવનાર બેટ્સમેનએ સિઝનની પોતાની પહેલી સદી ફટકારી છે. તેની ઇનિંગ્સ એટલી વિસ્ફોટક હતી કે ટીમે 28 બોલ પહેલા જ વિજય મેળવી લીધો હતો. 2024-25 રણજી ટ્રોફીની દિલ્હીની અંતિમ મેચ દરમિયાન વિરાટ કોહલીએ સનત સાંગવાનને સહી કરેલું બેટ આપ્યું હતું

| Updated on: Aug 18, 2026 | 8:18 AM
1 / 6
દિલ્હી પ્રીમિયર લીગ 2026ની બીજી મેચ 17 ઓગસ્ટના રોજ સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ અને વેસ્ટ દિલ્હી લાયન્સ વચ્ચે રમાઈ હતી. સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સે આ મેચ 10 વિકેટના મોટા માર્જિનથી જીતી હતી. (Image Source | Instagram)

2 / 6
પહેલાં રમીને, વેસ્ટ દિલ્હી 19.5 ઓવરમાં 169 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં, સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સે 16 મી ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 170 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. (Image Source | Instagram)

3 / 6
સનત સાંગવાને સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ માટે આ મોટી જીત નોંધાવી. ડીપીએલ (DPL) 2026 માં તેની પહેલી સદી હતી.  54 બોલમાં 111 રન બનાવી તે નોટઆઉટ રહ્યો. તેના ઓપનિંગ પાર્ટનર અનમોલ શર્માએ પણ તેને સાથ આપ્યો. (Image Source | Instagram)

4 / 6
સનત સાંગવાનની ઈનિંગ કેટલી આક્રમક હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે કુલ 16 બાઉન્ડરી મારી હતી. તેમાં 10 છગ્ગા અને 6 ચોગ્ગા સામેલ હતા. બીજી તરફ ઓપનિંગ પાર્ટનર અનમોલ શર્માએ 38 બોલમાં 55 રન બનાવી નોટઆઉટ રહ્યો. (Image Source | Instagram)

5 / 6
2024-25 રણજી ટ્રોફીની દિલ્હીની અંતિમ મેચ દરમિયાન વિરાટ કોહલીએ સનત સાંગવાનને સહી કરેલું બેટ અને સંપૂર્ણ કીટ ભેટમાં આપી હતી. કોહલીના હસ્તાક્ષર સનતની જર્સી પર પણ હતા. જે તેના માટે પ્રેરણા સ્ત્રોત તરીકે કામ આવ્યું. (Image Source | Instagram)

6 / 6
DPL 2026માં સનત વિરાટ કોહલીએ ભેટમાં આપેલા એ જ બેટથી રમી રહ્યો છે કે નહીં તે સ્પષ્ટ નથી. જોકે, એટલું ચોક્કસ છે કે ત્યારબાદ સનતે અલગ-અલગ ફોર્મેટમાં સતત શાનદાર પ્રદર્શન કર્યું છે. (Image Source | Instagram)

Follow Us
Loading...
Unable to load recommendations.