
બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનને લઈ થોડા મહિના પહેલા એવા સમાચાર સામે આવી રહ્યા હતા. કે, તે પોતાનું ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ છોડી મુંબઈ બાંદ્રામાં બનનારું 6 માળનું સી-ફેસિંગ ઘરમાં શિફ્ટ થઈ શકે છે.

હવે તેની વધુ એક પ્રોપર્ટીને લઈ સમાચાર સામે આવી રહ્યા છે. સલમાન ખાને બાંદ્રા વેસ્ટમાં એક ફ્લેટ 3.5 કરોડ રુપિયામાં વેચ્યો છે. આ જાણકારી એક રિપોર્ટમાં પ્રોપર્ટી રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટમાં સામે આવી છે. તેમણે આ ફ્લેટ 11 વર્ષ પહેલા 2015માં 2.88 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો.

તમને જણાવી દઈએ કે, સલમાન ખાનનું નવું એપાર્ટમેન્ટ બાંદ્રા વેસ્ટની એક ફ્લેટ શિવ અસ્થાન હાઈટ્સ બિલ્ડિંગમાં છે. પ્રોપર્ટી રજિસ્ટ્રેશનના રેકોર્ડ મુજબ આ ફ્લેટ 9 જુલાઈ 2026ના રોજ રજિસ્ટર થયું છે. ખરીદનારે 21 લાખની સ્ટેપ ડ્યુટી અને 30.000 રુપિયાની રજિસ્ટ્રેશન ફી આપી હતી.

સલમાન ખાન બાળપણથી ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે. તેમણે એક વખત જણાવ્યું હતુ કે, તેમને મોટા બંગલાને બદલે ફ્લેટમાં રહેવાનું કેમ પસંદ કરે છે. તેના માતા-પિતા ફ્લેટના ઉપરના માળે રહે છે. તેમણે કહ્યું આજે પણ હું એ જ ઘરમાં રહું જ્યા મે બાળપણ પસાર કર્યું છે. આ ઘર સાથે મારી અનેક યાદો જોડાયેલી છે.

તમને જણાવી દઈએ કે, સલમાન ખાનના બાંદ્રા વેસ્ટમાં આવેલા ગેલેક્સી એપાર્ટમેન્ટની કિંમત અંદાજે 40 કરોડ રુપિયા છે. બધા ફેસ્ટિવલ આ ફ્લેટમાં પરિવાર સાથે ઉજવે છે.

સલમાન ખાન હાલમાં બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટ્સમાં તેના પરિવાર સાથે રહે છે. સલમાન ખાન અને તેનો પરિવાર 1974 થી આ બિલ્ડિંગમાં રહે છે. ગેલેક્સી એપાર્ટમેન્ટ્સ હજુ પણ સલમાન ખાનની માતા સલમા ખાનના નામે નોંધાયેલ છે.