કાશ્મીરમાં કેસરનો પાક તૈયાર, પમ્પોરમાં પ્રસરી સુગંધ, જુઓ તસવીરો

પુલવામા જિલ્લાના પમ્પોરમાં આજકાલ કેસરની સુગંધ પ્રસરી રહી છે. પમ્પોરના ખેતરો કેસરના પાકથી લહેરાઈ રહ્યાં છે. કેસરનો પાક ઉગાડતા ખેડૂતોએ કેસરની લણણીની શરૂઆત કરી છે. કાશ્મીરનું કેસર ગુણવત્તામાં શ્રેષ્ઠ કેસર ગણાય છે.

| Edited By: | Updated on: Nov 04, 2024 | 5:13 PM
4 / 6
કાશ્મીરમાં સૌથી વધુ કેસરની ખેતી પુલવામાના પમ્પોરમાં થાય છે. પમ્પોરના ખેતરો કેસરના જાંબલી રંગના ફુલોથી લહેરાતો જોવા મળે છે. અહીંનું કેસર ઉચ્ચ ગુણવત્તાનું હોવાથી સરકાર દ્વારા કેસરને જીઆઈ ટેગ આપવાનો સરાહનીય પ્રયાસ થયો છે.

5 / 6
જીઆઈ ટેગ એવી વસ્તુઓને આપવમાં આવે છે કે જે વસ્તુ માત્ર એક જ વિસ્તારમાં થતુ હોય. આ વસ્તુ જે તે વિસ્તારની એક ઓળખ સ્વરૂપ પણ હોવી જોઈએ. કાશ્મીરમાં ઉની વણાટ, સુકામેવાની સાથે કેસર માટે પણ જાણીતું છે. સરકારના પ્રયાસથી કાશ્મીરના કેસરને જીઆઈ ટેગ મળ્યો છે. જે તેની વિશ્વસનિયતા અને ગુણવત્તાને આભારી છે.

6 / 6
કેસરની ખેતી ખુબ જ મહેનત માગી લેતી અને વિશાળ ક્ષેત્રમાં વાવેતર કર્યા બાદ તેમાથી બહુ જ ઓછા કેસરનો ઉતારો થતો હોવાથી તે મોંધુ હોય છે. હાલમાં કેસરની લણણીનો સમયગાળો હોવાથી, પમ્પોરમાં લગભગ ઘરે ઘરે ફુલમાંથી કેસર અલગ કરવાની અને તેની સુકવણી કરવામાં આવે છે.  ( તસવીર સૌજન્ય-PTI)