
રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા એક લોટમાં બિડ કરવી પડશે. એક લોટમાં 1200 શેર છે એટલે કે ઓછામાં ઓછા 114,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. HNI માટે લઘુત્તમ લોટ સાઇઝનું રોકાણ 2 લોટ એટલે કે 2,400 શેર છે. આનો અર્થ એ થયો કે તેઓએ ઓછામાં ઓછા રૂ. 228,000નું રોકાણ કરવું પડશે.

સાધવ શિપિંગ IPOના શેરની ફાળવણી 28 ફેબ્રુઆરીએ થવાની ધારણા છે. Sadhav Shipping IPO NSE SME પર લિસ્ટ થશે અને કામચલાઉ લિસ્ટિંગ તારીખ શુક્રવાર, માર્ચ 1 ના રોજ સેટ કરવામાં આવશે. IPO શેર પર હાલમાં કોઈ પ્રીમિયમ કે ડિસ્કાઉન્ટ નથી.