
જાપાન સિવાય અમેરિકામાં રશિયામી ની લહેર જોવા મળી શકે છે. હવાઈના દરિયાકાંઠાના વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો છે.

રશિયા,જાપાન, અમેરિકા,કેનેડા,ઈક્વાડોર,પેરુ,મેક્સિકો, ન્યુઝીલેન્ડ, ચીન, ફિલીપાઈન્સ, તાઈવાન, ઈન્ડોનેશિયામાં સુનામીનો ખતરો મંડરાય રહ્યો છે.

કોસ્ટલ વિસ્તારોમાંતી લોકોને સુરક્ષિત સ્થળો પર શિફટ કરવામાં આવી રહ્યા છે. તાઈવાન, ઈન્ડોનેશિયામાં રશિયામાં આવેલા ભૂકંપથી લોકો ભયમાં છે કારણ કે, અહી પ્રશાસન તરફથી સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

આ બધાની વચ્ચે લોકોના મનમાં એક સવાલ થાય છે કે,શું આ સુનામીની અસર આપણા ભારત દેશ પર પડશે. પરંતુઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓસિયન ઈન્ફોર્મેશન સર્વિસે કહ્યું આ ભૂકંપના કારણે ભારત અને હિંદ મહાસાગર માટે આ સુનામીનો કોઈ ખતરો નથી.