
ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) IPL 2026 ની હરાજીમાં એક મજબૂત અને સંતુલિત ટીમ સાથે પ્રવેશ કરશે.

ટીમ મેનેજમેન્ટ કોઈ મોટા ફેરફારોના મૂડમાં નથી. તેમનું ધ્યાન પહેલાથી જ સ્થાપિત વિજેતા ટીમને સુધારવા પર રહેશે.

17 ખેલાડીઓને જાળવી રાખવાથી ટીમનો તેના મુખ્ય ખેલાડીઓમાં સંપૂર્ણ વિશ્વાસ દેખાય છે, જેમણે ટીમને ટાઇટલ જીત સુધી પહોંચાડી હતી.

વેંકટેશ અય્યરને RCB એ 7 કરોડમાં ટીમમાં સામેલ કર્યો, છેલ્લા ઓક્શન કરતા ખૂબ ઓછા રૂપિયા મળ્યા.

વેંકટેશ ઐયર (7 કરોડ), જેકબ ડફી (2 કરોડ), સાત્વિક દેસવાલ (30 લાખ), મંગેશ યાદવ (5.2 કરોડ), જોર્ડન કોક્સ (75 લાખ), વિકી ઓસ્તવાલ (30 લાખ), વિહાન મલ્હોત્રા (30 લાખ), કનિષ્ક ચૌહાણ (30 લાખ) આ સમાચાર લખાયા ત્યાં સુધીમાં આટલા ખેલાડીની હરાજી થઈ છે.
Published On - 9:21 pm, Tue, 16 December 25