99% લોકો ચાર્જર કાઢતી વખતે કરે છે આ મોટી ભૂલ ! જાણો ફોનનો ચાર્જિંગ પોર્ટ ઢીલો થવાથી બચાવવાની સાચી રીત

ફોન 100 ટકા ચાર્જ થયા પછી ઘણા લોકો કેબલને વાયરથી પકડીને જોરથી ખેંચે છે. આ આદતથી ફોનનો ચાર્જિંગ પોર્ટ અને કેબલ બંનેને નુકસાન થઈ શકે છે. ચાર્જર કાઢતી વખતે કઈ ભૂલો ન કરવી અને ફોનના ચાર્જિંગ પોર્ટને લાંબા સમય સુધી સુરક્ષિત કેવી રીતે રાખવો તે વિશે જાણો.

| Updated on: Sep 08, 2026 | 12:16 PM
1 / 7
ઓફિસ જતી વખતે અથવા રાત્રે ઊંઘમાંથી ઊઠ્યા બાદ આપણે ઘણીવાર ફોન ફૂલ ચાર્જ થતાં જ ઉતાવળમાં એક હાથથી ચાર્જિંગ કેબલ ખેંચીને કાઢે છે. આ સામાન્ય લાગતી આદતથી સમય જતાં ફોનનો ચાર્જિંગ પોર્ટ ઢીલો થઈ શકે છે અને ચાર્જિંગ કેબલ પણ ખરાબ થઈ શકે છે. (Image Source | iStock)

2 / 7
ઘણા લોકો ચાર્જરના પ્લાસ્ટિકવાળા કનેક્ટર હેડને પકડવાને બદલે દૂરથી વાયર પકડીને ખેંચે છે. દરરોજ આ રીતે મોબાઇલ કાઢવાથી કેબલને ઝટકો લાગી શકે છે. અંદરની પાતળી વાયર તૂટી શકે છે. પિનની નજીકથી વાયર પણ ઢીલી પડી શકે છે. જેના કારણે ચાર્જિંગમાં સમસ્યા થાય છે. (Image Source | iStock)

3 / 7
કેટલાક લોકો ફોનમાંથી ચાર્જિંગ પિન કાઢી લીધા બાદ પણ ચાર્જરને સોકેટમાં જ લગાવેલું રાખે છે અને સ્વિચ બંધ કરતા નથી. આવી સ્થિતિમાં એડેપ્ટરના આંતરિક સર્કિટ પર વીજળીનો લોડ રહે છે. તેના કારણે ચાર્જર ગરમ થઈ શકે છે અને સમય જતાં તેની કામગીરી પર અસર પડી શકે છે. (Image Source | iStock)

4 / 7
જો તમે ફોન અને ચાર્જર બંનેને લાંબા સમય સુધી સારી સ્થિતિમાં રાખવા માંગતા હો, તો કેબલ લગાવતી અને કાઢતી વખતે કેટલીક સરળ સાવચેતી રાખવી જરૂરી છે. (Image Source | iStock)

5 / 7
ચાર્જિંગ પૂર્ણ થયા પછી એક હાથથી ફોનને મજબૂતીથી પકડો અને બીજા હાથથી કેબલના પ્લાસ્ટિકવાળા Connector Head ને પકડીને પિનને સીધી દિશામાં બહાર કાઢો. કેબલને ઝટકાથી, ત્રાંસી રીતે અથવા માત્ર વાયર પકડીને ન ખેંચો. (Image Source | iStock)

6 / 7
સૌપ્રથમ ફોનમાંથી ચાર્જિંગ પિન સીધી બહાર કાઢો. ત્યારબાદ દિવાલની સ્વિચ બંધ કરો અને એડેપ્ટરને પકડીને સોકેટમાંથી સાવધાનીપૂર્વક કાઢી લો. આ નાની આદતથી ફોનનો ચાર્જિંગ પોર્ટ અને ચાર્જિંગ કેબલ લાંબા સમય સુધી સારી સ્થિતિમાં રહી શકે છે. (Image Source | iStock)

7 / 7
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | Unsplash)

Follow Us
Loading...
Unable to load recommendations.