
લાલ ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તેમાં બીટા-કેરોટીન હોય છે, જે આંખો માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. લાલ ગાજર ખાવાથી આંખોની રોશની સુધરી શકે છે. આ સિવાય લાલ ગાજરમાં વિટામિન C પણ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. શિયાળામાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે દરેક વ્યક્તિએ રોજ લાલ ગાજરનું સેવન કરવું જોઈએ.

લાલ ગાજર ખાવાથી મેટાબોલિઝમ ઝડપી બને છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. ફાઇબરથી ભરપૂર હોવાના કારણે લાલ ગાજર સ્થૂળતા ઘટાડવામાં મદદરૂપ બને છે. લાલ ગાજરમાં લાઇકોપીન હોય છે, જે એક એન્ટીઑકિસડન્ટ છે. આ એન્ટીઑકિસડન્ટને કારણે ગાજરનો રંગ વધારે લાલ દેખાય છે. લાલ ગાજર હૃદયના સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે.

નારંગી ગાજરમાં બીટા-કેરોટીન (Beta-Carotene) હોય છે, જે શરીરમાં જઈને વિટામિન Aમાં બદલાઈ જાય છે. આથી તેને આંખો માટે લાભદાયક માનવામાં આવે છે. નારંગી ગાજર વિટામિન અને મિનરલ્સથી ભરપૂર હોય છે. આમાં વિટામિન A અને વિટામિન E ની માત્રા ખૂબ જ વધુ હોય છે.

નારંગી ગાજર ખાવાથી હાડકા મજબૂત બને છે અને ત્વચાની સમસ્યામાં પણ સુધારો આવે છે. નારંગી ગાજરમાં પૂરતા પ્રમાણમાં એન્ટીઑક્સિડન્ટ્સ હોય છે, જે ત્વચાને હેલ્દી રાખવામાં, ફ્રી રેડિકલ્સ સામે લડવામાં અને એજિંગ દૂર કરવામાં મદદ કરે છે.