
SBI SCO ભરતી 2024 : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBI માં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO) ની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 14 ઓક્ટોબર સુધી ખુલ્લી રહેશે. રસ ધરાવતા ઉમેદવારો SBIની અધિકૃત વેબસાઇટ sbi.co.in પર જઈને અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 1,497 જગ્યાઓ પર વિશેષજ્ઞ કેડર અધિકારીઓની ભરતી કરવામાં આવશે.

કેનેરા બેંક ભરતી 2024 : કેનેરા બેંકમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસર કેડર હેઠળ મિડલ મેનેજમેન્ટ ગ્રેડ MMGS II અને સ્કેલ III માં કંપની સેક્રેટરી (CS) ની પોસ્ટ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો કેનેરા બેંકની ઓફિશિયલ વેબસાઇટ www.canarabank.com પર જઈને અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 6 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ઉમેદવારો 20મી ઓક્ટોબર સુધી અરજી કરી શકશે.