તિરંગા કલરની સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે. આ સેન્ડવીચ ઓછા ખર્ચમાં અને ઓછા સમયમાં બનાવી શકાય છે. જે નાના બાળકોથી લઈ વૃદ્ધ લોકોને ખૂબ જ પસંદ આવતી હોય છે.
સેન્ડવીચ બનાવવા માટે ગાજર, કાકડી, મેયોનીઝ, પનીર, ચાટ મસાલો, બ્રેડ, લીલી ચટણી સહિતની સામગ્રીની જરુર પડશે.
હવે સૌથી પહેલા એક બ્રેડની કિનારીઓને કાપી લો. ત્યારબાદ બ્રેડ પર બટર લગાવી તેના પર લીલી ચટણી લગાવી તેના પર બ્રેડ મુકો.
બીજી બ્રેડ પર માયોનીઝ લગાવી તેના પર પનીરને છીણીને તેના પર મુકો. હવે તેના પર મરી પાઉડર ,ચાટ મસાલો નાખો.
હવે ત્રીજી બ્રેડ પર છીણેલા ગાજરને મુકી દો. ત્યારબાદ તેના પર મસાલો નાખો. હવે ફરી એક તેના મુકી તમે સેન્ડવીચને કાપીને સર્વ કરી શકો છો. જો તમે ઈચ્છો તો સેન્ડવીચને ગ્રીલ કરીને પણ સર્વ કરી શકો છો.
Published On - 11:16 am, Sun, 26 January 25