
સ્વીટ રાઈસ બનાવવા માટે બાસમતી ચોખા, પાણી, ઘી, ગોળ, સુકા મેવા, જાયફળ, ઈલાયચી, કેસર સહિતની સામગ્રીની જરુર પડશે.

સ્વીટ રાઈસ બનાવવા માટે સૌથી પહેલા બાસમતી ચોખાને સ્વચ્છ પાણીથી ધોઈને 15 થી 20 મીનિટ પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ કુકરમાં ઘી લઈ સુકા મેવાને ફ્રાય કરી બહાર કાઢી લો.

હવે 2 કપ પાણી અને ગોળ અથવા ખાંડ ઉમેરો. તેમાં પલાળેલા ચોખામાંથી પાણી કાઢી કુકરમાં ઉમેરો. ચોખાને ધીમા ગેસ પર થવા દો.

રાઈસ થઈ જાય ત્યારબાદ તેને ઠંડા કરવા માટે મુકો. હવે એક પેનમાં થોડુક ઘી લો. તેમાં કાજુ, બદામ, દ્રાક્ષ, પિસ્તા ઉમેરી તૈયાર કરેલો ભાત ઉમેરો. ત્યારબાદ તેમાં ઈલાયચી પાઉડર,જાયફળ અને કેસર ઉમેરો.

હવે તમે ઈચ્છો તો તેમાં સ્વીટ રાઈસને વધારે ટેસ્ટી બનાવવા માટે વેનિલા એસેન્સ ઉમેરી શકો છો. સ્વીટ રાઈસને તમે માતા સરસ્વતીને પ્રસાદ તરીકે ચઢાવી શકો છો.