
ઉપવાસમાં મોટાભાગના લોકો સાબુદાણાની અવનવી વાનગીઓ બનાવીને ખાતા હોય છે. ત્યારે આજે આપણે સાબુદાણાના પરોઠા કેવી રીતે બનાવવાય તે જોઈશું.

સાબુદાણાના પરોઠા બનાવવા માટે સાબુદાણા, લીલા ધાણા, લીલા મરચા, આદું, સ્વાદ અનુસાર ફાળી મીઠું, બાફેલા બટાકા અને તેલ અથવા ઘીની જરુર પડશે.

સાબુદાણાના પરોઠા બનાવવા માટે સૌથી પહેલા બટાકાને બાફી લો. ત્યારબાદ એક પેનમાં સાબુદાણા લઈ તેને બરાબર શેકી લો. સાબુદાણા બરાબર શેકાઈ જાય એટલે તેને ઠંડા થવા મુકો.

સાબુદાણા ઠંડા થાય એટલે તેને સારી રીતે મિક્સરમાં પીસી લો. ત્યારબાદ તેને ચાળી લો. જેથી તેમાં કણીઓ ન રહી જાય. હવે બટાકાની છાલ કાઢી છીણી લો. ત્યારબાદ તેમાં સાબુદાણાનો લોટ ઉમેરો.

હવે તેમાં તમામ મસાલો ઉમેરી બરાબર લોટ બાંધી લો. ત્યાર બાદ પરોઠો વણીને બંન્ને બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો. આ ગરમા ગરમ પરોઠો તમે સર્વ કરી શકો છો.