Sabudana Batata Tikki Recipe : તુલસી વિવાહના દિવસે ઘરે જ બનાવો સાબુદાણા બટાકાની ટીક્કી, જુઓ તસવીરો

|

Nov 12, 2024 | 9:59 AM

મોટાભાગના લોકો અગિયારસનો ઉપવાસ કરતા હોય છે. ત્યારે ફરાળમાં શું ખાવુ તે પ્રશ્ન થતો હોય છે. ઘણી વાર વધારે પ્રમાણમાં ફ્રાય કરેલો ખોરાક ખાવાથી તબિયત લથડી જાય છે. તો આજે આપણે જોઈ શું કે ઉપવાસમાં ખાવા લાયક સાબુદાણા - બટાકાની ટીક્કી સરળતાથી કેવી રીતે બનાવી શકાય.

1 / 5
ઉપવાસમાં કેટલાક લોકોને ચટપટું ખાવાની ઈચ્છા થતી હોય છે. પરંતુ કેટલીક વાર બજારમાંથી ફરાળી વાનગી લાવીને ખાવુનું લોકો ટાળે છે. તો આજે આપણે જોઈશું કે સાબુદાણા બટાકાની ટીક્કી કેવી રીતે બનાવી શકાય તે જોઈશું.

2 / 5
સાબુદાણા બટાકાની ટીક્કી બનાવવા માટે બાફેલા બટાકા, સાબુદાણા, મીઠું, આદુ મરચાની પેસ્ટ, લીંબુ, ખાંડ, શીંગનો અધકચરો ભૂકો, તેલ સહિતની સામગ્રીની જરુર પડશે.

3 / 5
હવે સૌથી પહેલા સાબુદાણાને 4-5 કલાક માટે પલાળી દો. ત્યારબાદ બટાકા બાફીને છાલ કાઢી ખમણી લો. ત્યારબાદ આદુ, મરચાની પેસ્ટ, મીઠું, ખાંડ, લીંબુ, શીંગદાણાનો ભૂકો નાખીને બરાબર મિક્સ કરી લો.

4 / 5
તેમજ હાથ પર થોડુંક ઘી અથવા તેલ લગાવી મિશ્રણની નાની ટીક્કી બનાવી લો.  હવે ત્યારબાદ નોનસ્ટિક તવી ઉપર તેલ લગાવી ટીક્કીને બંન્ને બાજુ બ્રાઉન થાય ત્યાર સુધી શેકી લો.

5 / 5
હવે તૈયાર થયેલી ટીક્કીને લીલી ચટણી અને ગળી ચટણી સાથે સર્વ કરી શકો છો. તમે ઈચ્છો તો ટીક્કીને શેલો ફ્રાયની જગ્યાએ ડીપ ફ્રાય પણ કરી શકો છો.

Next Photo Gallery