Rava Barfi : દિવાળી પર મીઠાઈ બનાવવાનો સમય નથી ? 15 મિનિટમાં બનાવો રવા બરફી, જુઓ તસવીરો

|

Oct 23, 2024 | 2:34 PM

દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે.જ્યાં આપણે અનેક પ્રકારની સ્વાદિષ્ટ મીઠાઈઓ ઘરે બનાવી શકીએ છે.તો આજે આપણે રવા બર્ફી ઘરે કેવી રીતે સરળતાથી બનાવી શકાય તે જોઈશું.

1 / 5
દિવાળી પર રવા બરફી બનાવવા માટે સૌથી પહેલા રવા, ચણાનો લોટ, ખાંડ, ઘી, ઈલાયચી પાઉડર, જાયફળ, ડ્રાયફ્રુટ સહિતની સામગ્રીની જરુરત પડશે.

2 / 5
રવા બરફી બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં ઘી ઉમેરો. ત્યારબાદ તેમાં એક કપ ચણાનો લોટ અને રવાને ઉમેરી બરાબર શેકી લો. ધ્યાન રાખો કે રવો બળી ન જાય.

3 / 5
ત્યારબાદ એક પેનમાં ખાંડમાં પાણી ઉમેરી એક તારની ચાસણી થઈ જાય પછી શેકેલા ચણાના લોટ અને રવાને ધીમે ધીમે ચાસણીમાં ઉમેરો. ધ્યાન રાખો કે તેમાં ગાંઠા ન પડી જાય.

4 / 5
હવે તેમાં ઈલાયચી પાઉડર અને જાયફળનો પાઉડર ઉમેરો. તેમજ મિશ્રણને સતત હલાવતા રહો જ્યાં સુધી મિશ્રણ ઘટ્ટ ન થાય ત્યાં સુધી હલાવતા રહો. જ્યારે મિશ્રણ ઘટ્ટ થાય ત્યારે ગેસ બંધ કરી દો.

5 / 5
એક પ્લેટને ઘીથી ગ્રીસ કરી લો. ત્યાર બાદ તૈયાર મિશ્રણને પ્લેટમાં પાથરી તેના પર ડ્રાયફ્રુટ અને સોના કે ચાંદી વર્ક લગાવીને સેટ થવા દો. ત્યાર પછી તમે તેને કોઈ પણ આકારમાં કાપીને સર્વ કરી શકો છો.

Next Photo Gallery