
મગનીદાળનો શીરો બનાવવા માટે મગની દાળને 5 થી 6 કલાક પાણીમાં પલાળી રાખો. તેમજ ઘી, ખાંડ, દૂધ, પાણી, એલચી પાઉડર, રોસ્ટેડ બદામ સહિતની વસ્તુઓની જરુર પડશે.

મગની દાળનો હલવો બનાવવા માટે સૌથી પહેલા 5 થી 6 કલાક પાણીમાં પાલાળ્યા બાદ તેમાંથી પાણી કાઢી તેને કપડાની મદદથી બરાબર સાફ કરી લો. હવે એક પેનમાં દાળને શેકી લો. ધ્યાન રાખો કે દાળ બરાબર શેકાવી જોઈએ.

શેકેલી દાળને બરછટ પીસી લો. હવે એક પેનમાં ઘી લઈ તેમાં ડ્રાયફ્રુટ શેકીને બહાર કાઢી લો. હવે ફરી એક વાર પેનમાં ઘી મુકો તેમાં બરછટ પીસેલી મગની દાળના પાવડરને શેકી લો. જ્યાં સુધી દાળ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી શેકી લો.

હવે લોટમાં ધીમે ધીમે દૂધ ઉમેરો અને સતત હલાવતા રહો. જેથી પેનમાં દાળ ચોંટી ન જાય. મિશ્રણ ઘટ્ટ થાય ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર ખાંડ ઉમેરી હલાવતા રહો. જ્યાં સુધી ખાંડનું પાણી બળી ન જાય ત્યાં સુધી થવા દો.

શીરામાંથી ઘી છુટે ત્યાં સુધી શીરાને શેકાવા દો. હવે એક બાઉલમાં શીરો કાઢી તેના પર ડ્રાયફ્રુટ ઉમેરી તમે સર્વ કરી શકો છો. તેમજ માતાજીને પ્રસાદ તરીકે ધરાવી શકો છો.
Published On - 10:29 am, Thu, 30 January 25