
હવે ઠંડા દૂધમાં રુહ અફઝા અથવા રોઝ સીરપ નાખી મિક્સ કરો. ત્યારબાદ તેમાં તરબૂચના ઝીણા કાપેલા ટુકડા ઉમેરી બરાબર મિક્સ કરો. બીજ ઉમેરતા ધ્યાન રાખો કે તેમાં તરબૂચના બીજ ન જાય.

હવે શરબતમાં જો જરુર લાગે તો ખાંડ અથવા સાકર ઉમેરો. ત્યારબાદ તેમાં બરફના ટુકડા ઉમેરી સર્વ કરી શકો છો. જો આમ ન કરવું હોય તો તમે શરબતને 1-2 કલાક ફ્રીજમાં ઠંડુ કરવા મુકો.

એક કાચના ગ્લાસમાં મોહબ્બત કા શરબત લો. તેમાં ફરી તરબૂચના ટુકડા અને ફ્રેશ ગુલાબની પાંદડી વડે ગાર્નિશ કરી સર્વ કરી શકો છો.