Kopra Pak Recipe : કોપરા પાક બનાવવા અપનાવો આ ટીપ્સ, બજારની મીઠાઈ ભૂલી જશો, જુઓ તસવીરો
દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે.જ્યાં આપણે અનેક પ્રકારની સ્વાદિષ્ટ મીઠાઈઓ ઘરે બનાવી શકીએ છે.તો આજે આપણે કોપરા પાક ઘરે કેવી રીતે સરળતાથી બનાવી શકાય તે જોઈશું.
1 / 5
કોપરા પાક ઘરે બનાવવા માટે દૂધ, નારિયેળનું છીણ, ખાંડ, મલાઈ અથવા માવો, ઘી, બદામ, કાજુ, કેસર સહિતની સામગ્રીની જરુર પડશે.
2 / 5
સૌથી પહેલા એક પેનમાં દૂધ લો ત્યારબાદમાં તેમાં ખાંડ ઉમેરી ધીમા ગેસ પર થવા દો. આ મિશ્રણને સતત હલાવતા રહો જેથી પેનમાં ચોંટી ન જાય.
3 / 5
ત્યારબાદ તેમાં નારિયેળની છીણ ઉમેરો. જો તમે સૂકા નારિયેળના છીણનો ઉપયોગ કરો તો 10 મીનીટ પહેલા ગરમ દૂધમાં નારિયેળની છીણને પલાળી દો. જેથી છીણ સોફ્ટ થઈ જાય.
4 / 5
હવે આ મિશ્રણને સતત ધીમા ગેસ પર હલાવતા રહો. ત્યારબાદ તેમાં ઈલાયચી, જાયફળનો પાઉડર, માવો, દૂધમાં પલાળેલુ કેસર અથવા બજારમાં મળતો યલો ફૂડ કલર ઉમેરો.મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી થવા દો.
5 / 5
એક પ્લેટમાં ઘી કે બટર લગાવી આ મિશ્રણને પાથરી દો. ત્યારબાદ તેના પર ડ્રાયફ્રુટ પાથરી તેના પર સોનાનો અથવા ચાંદીનો વરક લગાવી શકો છો. કોપરા પાક સેટ થઈ જાય પછી કાપીને સર્વ કરી શકો છો.
Published On - 3:07 pm, Fri, 25 October 24