ચોકલેટ ઘુઘરા બનાવવા માટે મેંદો, ઘી, ડાર્ક ચોકલેટ, માવો, ખાંડ, સૂકા ફળો, કોકો પાઉડર, એલચી પાઉડર, દૂધ, તળવા માટે તેલ અથવા ઘી સહિતની સામગ્રીની જરુરત પડશે.
ચોકલેટ ઘુઘરા બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં મેંદાના લોટને સારી રીતે ચાળી લો. તેમાં ઘી ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે થોડુ થોડુ પાણી ઉમેરો તેનો કઠણ લોટ બાંધી લો. આ લોટને 20 મિનિટ ઢાંકી રાખો.
હવે એક પેનમાં થોડુક ઘી લો. તેમાં માવો ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ખાંડનો પાઉડર, કાપેલા ડ્રાય ફ્રટસ, કોકો પાઉડર અને ઈલાયચી પાઉડર ઉમેરો. હવે આ બધા જ મિશ્રણમાં બરાબર મિક્સ કરી લો.
જ્યારે મિશ્રણ ઠંડુ થાય ત્યારે ઓગાળેલી ચોકલેટ મિક્સ કરી બરાબર હલાવી લો. હવે લોટના નાના ગોળા બનાવી તેને વણી લો. તેમાં તૈયાર કરેલો ચોકલેટ ઘુઘરાનો માવો મુકો. ત્યારબાદ રોટલીની કિનારીઓ પર દૂધ લગાવી ઘુઘરાનો આકાર આપી દો. તમે ઈચ્છો તો ચંદ્રકલાનો આકારના ઘુઘરા પણ બનાવી શકો છો.
હવે એક પેનમાં ઘી ગરમ કરવા મુકો. ત્યારબાદ ઘુઘરાને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. હવે તમે ઘુઘરાને સર્વ કરી શકો છો. જો ઘુઘરાને વધારે ચોકલેટી બનાવવા હોય તો તળેલા ઘુઘરાને ઓગાળેલી ચોકલેટથી કોટ કરીને પણ સર્વ કરી શકો છો.