પ્લમ કેક બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં ખાંડ લો. ખાંડ ગરમ થાય ત્યારે તેમાં થોડુક પાણી ઉમેરી શકો છો. આ તૈયાર થયેલા કેરેમલ લીકવીડ તૈયાર કરો.
હવે એક વાસણમાં કોકો પાઉડર, જીંજર પાઉડર, તજ પાઉડર, મેંદો સહિતની તમામ વસ્તુને ચાળી લો. આ તમામ સામગ્રીને બરાબર મિક્સ કરી લો. એક મોટા વાસણમાં કન્ડેન્સ્ટ મિલ્ક ઓઈલ એસેંસ અને ઓરેન્જ જ્યુસ નાખી બરાબર મિક્સ કરો.
ત્યારબાદ તેમાં લોટ ધીમે ધીમે ઉમેરી શકો છો. ઓવનને 15 મિનિટ પહેલા પ્રિહીટ કરો. જ્યારે તમે કેકના બેટરને ગ્રીસ કરેલા ટીનમાં બેટર ઉમેરી તેમાં ડ્રાયફ્રુટ નાખો. જો જરુર પડે તો ઓરેન્જ જ્યુસ એડ કરી શકો છો.
હવે કેકને 45 મિનીટ સુધી બેક કરો. ત્યારબાદ ટુથપિક નાખીને ચેક કરી આ કેકને કુકર કે તવા પર પણ બનાવી શકો છો. ત્યારબાદ કેકને ઠંડી થવા દો.
તમે કેકને ડીમોલ્ડ કરી તેના પર ચોકલેટ ગનાશ અથવા તો કેરેમલ સોસને ઉપર લગાવીને તમે સર્વ કરી શકો છો. તેમજ ક્રિસમસ પર અન્ય વ્યક્તિને ભેટ પણ આપવામાં આવે છે.
Published On - 12:06 pm, Wed, 25 December 24