
જોવા જઈએ તો, જ્યારે આ શ્રેણી શરૂ કરવામાં આવી હતી, ત્યારે ઓનલાઈન રોકાણકારોએ પ્રતિ ગ્રામ ₹4,589 ના ભાવે અને ઓફલાઈન રોકાણકારોએ પ્રતિ ગ્રામ ₹4,639 ના ભાવે બોન્ડ ખરીદ્યા હતા. હવે RBI દ્વારા જાહેર કરાયેલ રિડેમ્પશન ભાવના આધારે ઓનલાઈન રોકાણકારોને લગભગ 166% નું મજબૂત રિટર્ન મળી રહ્યું છે. આનો અર્થ એ થયો કે, રોકાણ કરેલ સમયગાળા દરમિયાન મળેલા વાર્ષિક વ્યાજને બાદ કરતાં રોકાણકારોને પ્રતિ ગ્રામ ₹7,609 નો સીધો ફાયદો થયો છે.

RBI એ સ્પષ્ટતા કરી છે કે, સોવરિન ગોલ્ડ બોન્ડનું રિડેમ્પશન ફક્ત 5 વર્ષ પછી અને વ્યાજ ચુકવણીની તારીખે જ શક્ય છે. આ બોન્ડ્સની કુલ મુદત 8 વર્ષની છે પરંતુ રોકાણકારો જો ઈચ્છે તો 5 વર્ષ પછી આમાંથી બહાર નીકળી શકે છે.

સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના નવેમ્બર 2015 માં શરૂ કરવામાં આવી હતી, જેથી લોકોને ફિઝિકલ ગોલ્ડને બદલે નાણાકીય સોનામાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે. આમાં રોકાણકારોને વાર્ષિક 2.5% વ્યાજ મળે છે અને સોનાના ભાવ વધે ત્યારે કેપિટલ ગેઈન પણ થાય છે.

RBI જણાવે છે કે, બોન્ડના રિડેમ્પશન પર કોઈ કેપિટલ ગેઈન ટેક્સ લાગુ પડતો નથી. જો કે, તેના પર મળતું વ્યાજ કરપાત્ર છે. એક્સચેન્જમાં બોન્ડ ટ્રાન્સફર કરનારાઓને ઇન્ડેક્સેશનનો લાભ પણ આપવામાં આવે છે. આ પરથી કહી શકાય કે, સોવરિન ગોલ્ડ બોન્ડ માત્ર એક સુરક્ષિત રોકાણ જ નથી પરંતુ લાંબાગાળે દમદાર નફો આપનાર વિકલ્પ પણ છે.