
જગન્નાથ મંદિરમાંથી બેથ (પાતળી અને લાંબી લાકડી) લાવવાની પરંપરા ખૂબ જૂની છે. પૂજા દરમિયાન ભક્તોને આ બેથ સ્પર્શ કરાવવામાં આવે છે. આનાથી શક્તિ, જ્ઞાન અને ખ્યાતિ મળે છે. એવું માનવામાં આવે છે કે, આ બેથ ઘરમાં રાખવાથી દેવી લક્ષ્મીનો વાસ થાય છે અને દુઃખ તેમજ ગરીબી દૂર થાય છે. આ બેથને ઘરમાં પૂજા સ્થાન પર રાખવામાં આવે તો તે શુભ સંકેત મનાય છે.

નિર્માલ્ય એક ખાસ પ્રકારના સૂકા ચોખા છે, જેને મંદિરમાં રાંધીને સૂકવવામાં આવે છે. ભગવાનને અર્પણ કર્યા પછી સૂકા ચોખા લાલ રંગના પોટલા પર ભક્તોને આપવામાં આવે છે. આને ઘરમાં સ્વચ્છ જગ્યાએ રાખો અને તેનો એક દાણો શુભ કાર્યોમાં નાખો.

એવું કહેવાય છે કે, જે ઘરમાં નિર્માલ્ય હોય છે ત્યાં ક્યારેય અન્નની અછત રહેતી નથી અને ઘર હંમેશા સુખ-સમૃદ્ધિથી ભરેલું રહે છે. આ વસ્તુ ભગવાનની વિશેષ કૃપાનું પ્રતીક માનવામાં આવે છે.

પુરીના જગન્નાથ મંદિરને પૃથ્વીનું વૈકુંઠ કહેવામાં આવે છે. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની અહીં ખાસ પૂજા કરવામાં આવે છે. અહીંથી લાવવામાં આવેલી વસ્તુઓ ફક્ત ધાર્મિક પ્રતીકો જ નહી પરંતુ ઘરમાં સકારાત્મક ઉર્જા અને સૌભાગ્ય પણ લાવે છે. તેથી, રથયાત્રા દરમિયાન આ શુભ વસ્તુઓ લાવવાથી ખૂબ જ ફાયદો થાય છે.