રથયાત્રા પહેલા જ જાણો ભગવાન જગન્નાથ કયા દિવસે કઈ કારીગરીના વાઘા પહેરશે- Photos

|

Jun 29, 2024 | 2:40 PM

એકમ બીજ અને ત્રીજના દિવસે ભગવાનના વિશેષ વાઘા અને પાઘ બનીને તૈયાર થઈ ગયા છે. રજવાડી અને ગુજરાતી અને 3 છોગા વાળી પાઘ સાથે ભગવાન જગન્નાથ દર્શન આપશે .

1 / 6
ભગવાન જગન્નાથજી ની 147મી રથયાત્રા ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભગવાન જગન્નાથજી, બળભદ્રજી  અને બહેન સુભદ્રાજીના વાઘાની તૈયારી ચાલી રહી છે. ત્યારે આગામી રથયાત્રાને લઈને ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ બહેનમાં વાઘા તૈયાર થઈ રહ્યા છે.

2 / 6
સુનિલભાઈ નામના કારીગર છેલ્લા 20 વર્ષથી ભગવાનનાં વાઘા બનાવી રહ્યા છે. નવા રથમાં ભગવાન જગન્નાથજી લાલ રંગના વાઘા પહેરશે. બીજના દિવસે મંગળા આરતીમાં ભગવાન જગન્નાથજી ગજી સિલ્કના વાઘા પહેરશે

3 / 6
અમદાવાદના કારીગરો દ્વારા વાઘામાં વર્ક કરવામાં આવ્યું . જગન્નાથજી ભગવાન નાં વાઘા માં રેશમ વર્ક અને બનારસી સિલ્ક અને ગજીશિલ્ક વર્ક છે.  ભાગવાના વાઘાની સાથે પાઘડી અને મુંઘટમાં પણ વિશેષ વર્ક કરવામાં આવ્યું છે.

4 / 6
એકમ બીજ અને ત્રીજના દિવસે ભગવાનના વિશેષ વાઘા અને પાઘ બનીને તૈયાર થઈ ગયા છે. રજવાડી અને ગુજરાતી અને 3 છોગા વાળી પાઘ સાથે જગન્નાથ દર્શન આપશે . અમાસના દિવસે મોરપીંછ કલરના ડાયમંડ વાળા વાઘા રેશમ વર્ક થી તૈયાર કરાયેલા વાઘા તૈયાર કરવામાં આવ્યા અમાસના દિવસે એક છોગાની પાઘ ભગવાનને ધારણ કરવામાં આવશે

5 / 6
એકમના દિવસે રાણી કલરના વેલ્વેટ ના કસબ વર્કના વાઘા સોનાવે સ્વરૂપે ક્રોસ છોગા વાડી પાઘમાં દર્શન આપશે. બીજના દિવસે ગજી સિલ્કમાં તૈયાર કરવામાં આવેલ હેન્ડ વર્ક અને મશીન વર્ક થી તૈયાર કરાયેલા મોરની ડિઝાઇનના વાઘા મંગળા આરતી સમયે ધારણ કરાવાશે આ ઉપરાંત ડાયમંડના મુગટ હેન્ડ વર્ક થી તૈયાર કરવામાં આવેલા મુગટ ધારણ  કરવામાં આવશે

6 / 6
રથયાત્રા સમયે લાલ રંગના વાઘા મખમલના મોરની ડિઝાઇનના રેશમ વર્કના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે નગરયાત્રા દરમિયાન ભગવાન છોગાવાળી પાઘમાં અલૌકિક દર્શન આપશે. નગરયાત્રા કર્યા બાદ ત્રીજના દિવસે ભગવાન પીદા પીતાંબરમાં વસ્ત્રો ધારણ કરશે જેમાં પેચ વર્ક અને રેશમ વર્ક કરવામાં આવ્યા છે આ દિવસે ચાર છોગા વાળી પાઘ ભગવાનને અર્પણ કરાશે

Next Photo Gallery