Ratan Tata’s Will : રતન ટાટાની વસિયતમાં ખુલાસો, હવે શું હશે Ola, upstox જેવા સ્ટાર્ટઅપનું ભવિષ્ય?

ઉદ્યોગપતિ રતન ટાટાએ તેમના જીવનકાળ દરમિયાન Ola Electric, Ola, Upstox જેવી ઘણી સ્ટાર્ટઅપ કંપનીઓમાં વ્યક્તિગત રીતે રોકાણ કર્યું હતું. હવે તેમના મૃત્યુ પછી આ કંપનીઓનું ભવિષ્ય શું હશે, તે તેમની વસિયતમાં જાહેર કરવામાં આવ્યું છે.

| Updated on: Oct 25, 2024 | 7:38 PM
4 / 9
રતન ટાટાએ લગભગ 18 સ્ટાર્ટઅપ્સમાં વ્યક્તિગત રીતે રોકાણ કર્યું હતું. જેમાં ઓલા, ઓલા ઈલેક્ટ્રીક, પેટીએમ, સ્નેપડીલ, ટ્રેક્સન, ફર્સ્ટ ક્રાય, કાર દેખો, કેશ કરો, ક્યોર ફીટ, બ્લુ સ્ટોન, અપસ્ટોક્સ, અર્બન કંપની, અર્બન લેડર અને મોગલીક્સ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

5 / 9
રતન ટાટાએ વર્ષ 2022માં ‘રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશન’ની રચના કરી હતી. આ એક સેક્શન-8 કંપની છે, જે દિલ્હીમાં રજિસ્ટર્ડ છે. આ કંપની બિન-લાભકારી હેતુઓ માટે કામ કરશે. રતન ટાટા દ્વારા આ ફાઉન્ડેશનની રચના ટાટા પરિવારની પરંપરા અનુસાર છે, જ્યાં અગાઉ પણ ટાટા પરિવારના સભ્યોએ તેમની મિલકત ફાઉન્ડેશનને દાનમાં આપી હતી.

6 / 9
આમાં સર દોરાબજી ટાટા ટ્રસ્ટ, સર રતન ટાટા ટ્રસ્ટ જેવા ફાઉન્ડેશનનો સમાવેશ થાય છે. આ ટ્રસ્ટોની અસ્કયામતોને જોડીને, ટાટા ટ્રસ્ટની રચના કરવામાં આવે છે, જે ટાટા જૂથની હોલ્ડિંગ કંપની ટાટા સન્સમાં બહુમતી હિસ્સો ધરાવે છે. ટાટા ટ્રસ્ટ્સ વાસ્તવમાં સમગ્ર ટાટા ગ્રુપના માલિક છે. રતન ટાટા તેમના જીવનકાળ દરમિયાન ટાટા ટ્રસ્ટના ચેરમેન હતા અને હવે તેમના મૃત્યુ બાદ નોએલ ટાટાને આ જવાબદારી મળી છે.

7 / 9
રતન ટાટા ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સ અને ટાટા મોટર્સમાં પણ શેર ધરાવે છે. આ તમામને RTEFમાં ટ્રાન્સફર કરવામાં આવશે. રતન ટાટા ટાટા ટેક્નોલોજીસ અને ટાટા ડિજિટલ જેવી નવી યુગની કંપનીઓમાં પણ શેર ધરાવે છે. આને પણ RTEF માં ટ્રાન્સફર કરવામાં આવશે.

8 / 9
આ સિવાય રતન ટાટા જે ઘરમાં રહેતા હતા. જે ઘર તેને ફેમિલી પ્રોપર્ટી તરીકે મળ્યું છે તેની 20થી 30 લક્ઝરી કારનું શું થશે? વસિયતમાં આ અંગે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. આ અંગેનો અંતિમ નિર્ણય ટાટા ગ્રુપ અથવા સંબંધિત લોકો દ્વારા લેવામાં આવે તેવી શક્યતા છે.

9 / 9
સાથે જ રતન ટાટાના સહયોગી શાંતનુ નાયડુ વિશે પણ વિલમાં ખુલાસો કરવામાં આવ્યો છે. શાંતનુ નાયડુના સ્ટાર્ટઅપ ગુડફેલોમાં રતન ટાટાનો હિસ્સો હવે છોડી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં, શાંતનુ નાયડુને વિદેશમાં અભ્યાસ માટે આપવામાં આવેલી લોન પણ માફ કરવામાં આવી છે.

Published On - 7:37 pm, Fri, 25 October 24