
ટાટા સન્સના આર્ટિકલ્સ ઓફ એસોસિયેશન (AOA) અનુસાર ટ્રસ્ટ બોર્ડમાં એક તૃતીયાંશ ડિરેક્ટર્સને નોમિનેટ કરી શકે છે. હાલમાં ટાટા સન્સ બોર્ડમાં નવ ડિરેક્ટરોનો સમાવેશ થાય છે - ચેરમેન એન ચંદ્રશેખરન સહિત બે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ, નોએલ ટાટા, શ્રીનિવાસન અને સિંઘ સહિત ત્રણ નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ અને ચાર સ્વતંત્ર ડિરેક્ટર્સ.

નોએલ ટાટા ચંદ્રશેખરનને મળ્યા : સૂત્રોના જણાવ્યા અનુસાર નોએલ ટાટા બંને વચ્ચે "સ્વસ્થ કાર્યકારી સંબંધો"નો પાયો નાખવા માટે તેમની નિમણૂક પછી ચંદ્રશેખરનને મળ્યા હતા. નોએલ ટાટા હાલમાં ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પ, ટ્રેન્ટ અને વોલ્ટાસના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચેરમેન તરીકે સેવા આપે છે. જ્યારે ટાઇટન અને ટાટા સ્ટીલમાં વાઇસ ચેરમેન અને નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનું પદ પણ ધરાવે છે.

67 વર્ષીય નોએલ ટાટાએ 65 વર્ષની વયે ગ્રુપ કંપનીઓમાં તેમની એક્ઝિક્યુટિવ ભૂમિકા છોડી દીધી હતી. ગ્રૂપ નિયમોમાં એક્ઝિક્યુટિવને 70 વર્ષની ઉંમરે બોર્ડની તમામ પોસ્ટ છોડવાની પણ જરૂર પડે છે. જો કે ટ્રસ્ટી અથવા ચેરમેન માટે નિવૃત્તિની કોઈ વય નથી. ગ્રૂપની નજીકના નિષ્ણાતોના મતે નોએલ ટાટા પર ગ્રૂપની કંપનીઓની અધ્યક્ષતા ચાલુ રાખવા માટે કોઈ કાનૂની કે કરાર આધારિત પ્રતિબંધ નથી, કારણ કે તેની નોન-એક્ઝિક્યુટિવ ભૂમિકા છે.

નોએલ ટાટા એપ્રિલ 2014માં FH કવરાનાના અનુગામી જૂથના રિટેલ વેન્ચર ટ્રેન્ટના ચેરમેન બન્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ રિટેલ સેક્ટરની આવક FY20માં રૂપિયા 2,333 કરોડથી 430% વધીને FY20માં રૂપિયા 12,375 કરોડ થઈ, જે રૂપિયા 19 કરોડની ખોટમાંથી રૂપિયા 1,477 કરોડનો નફો થયો હતો.
Published On - 2:11 pm, Tue, 5 November 24