ICC T20 WC Breaking News : શું કોઈ તોડી શકશે રાશિદ ખાનનો આ રેકોર્ડ ? અફઘાનિસ્તાનના કેપ્ટને ટી20માં ભલભલા દિગ્ગજોને પાછળ છોડ્યા

અફઘાનિસ્તાનના દિગ્ગજ લેગ સ્પિનર અને કેપ્ટન રાશિદ ખાનની ગણના વિશ્વના શ્રેષ્ઠ ટી20 બોલરોમાં થાય છે. તેણે ટી20 ફોર્મેટમાં એક નવો ઈતિહાસ રચ્યો છે.

| Updated on: Feb 16, 2026 | 5:59 PM
1 / 6
અફઘાનિસ્તાનના દિગ્ગજ લેગ સ્પિનર અને કેપ્ટન રાશિદ ખાન ટી20 ફોર્મેટમાં 700 વિકેટ લેનારો વિશ્વનો પ્રથમ બોલર બન્યો છે. તેણે આ સિદ્ધિ ટી20 વર્લ્ડ કપમાં યુએઈ (UAE) સામેની મેચમાં હાંસલ કરી હતી. આ મેચમાં તેણે મોહમ્મદ અરફાનને આઉટ કરીને એક વિકેટ ઝડપી હતી. બસ આ વિકેટ સાથે જ તેણે ટી20 ક્રિકેટમાં એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ કોઈ પણ બોલરે ટી20 ફોર્મેટમાં 700 વિકેટ લેવાનું કારનામું કર્યું નથી.

2 / 6
ટી20 ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની વાત કરીએ તો, રાશિદ ખાન પછી બીજા ક્રમે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોનું નામ આવે છે. બ્રાવોએ આ ફોર્મેટમાં 582 મેચમાં 631 વિકેટ લીધી હતી. ત્યારબાદ બ્રાવોનો સાથી ખેલાડી સુનિલ નરેન આ યાદીમાં ત્રીજા નંબરે છે, જેણે 583 મેચમાં 613 વિકેટ ઝડપી છે.

3 / 6
દક્ષિણ આફ્રિકાના ઈમરાન તાહિર 572 વિકેટ સાથે ચોથા ક્રમે છે, જ્યારે પાંચમા નંબરે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ઓલરાઉન્ડર આન્દ્રે રસેલનું નામ છે, જેના ખાતામાં 508 વિકેટ નોંધાયેલી છે. આ તમામ ખેલાડીઓ ટી20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. હવે આમાંથી કોઈના માટે પણ રાશિદ ખાનનો આ રેકોર્ડ તોડવો સરળ નહીં હોય.

4 / 6
અફઘાનિસ્તાનના રાશિદ ખાને વર્ષ 2015માં ટી20 ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધી 518 મેચની 513 ઇનિંગ્સમાં 18.5ની સરેરાશ અને 6.59ના ઇકોનોમી રેટ સાથે 700 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેણે 18 વખત 4 વિકેટ લેવાની કમાલ કરી છે, જ્યારે 4 વખત તેણે 5 વિકેટ લેવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. તે આ ફોર્મેટના સૌથી સફળ બોલરોમાંનો એક છે. રાશિદ ખાનના નામે ટી20 ઇન્ટરનેશનલમાં પણ સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ છે. T20I માં તે અત્યાર સુધીમાં 191 વિકેટ લઈ ચૂક્યો છે.

5 / 6
અફઘાનિસ્તાન અને યુએઈ વચ્ચે રમાયેલી મેચની વાત કરીએ તો, રાશિદની કેપ્ટન્સીમાં અફઘાનિસ્તાનની શાનદાર બોલિંગ સામે યુએઈની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 160 રન બનાવવામાં સફળ રહી હતી. યુએઈ માટે સોહેબ ખાને 48 બોલમાં 68 રનની ઇનિંગ રમી હતી, જ્યારે શરાફૂએ 31 બોલમાં 40 રન બનાવ્યા હતા.

6 / 6
આ બંને બેટ્સમેનોએ યુએઈને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવાનું કામ કર્યું હતું. અફઘાનિસ્તાને આ ટાર્ગેટ 19.2 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર હાંસલ કરી લીધો હતો. આ મેચમાં અઝમતુલ્લા ઓમરઝાઈને તેના શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન માટે 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Published On - 5:56 pm, Mon, 16 February 26