
ખાસ કરીને આ રંગોત્સવને વધારે મનોરંજક બનાવવા માટે નાસિક ઢોલના 60 ઢોલીઓના સેટ દ્વારા ઢોલના તાલે હજારો લોકો ઝુમ્યા હતા.

આ રંગોત્સવના મુખ્ય આકર્ષણની વાત કરીએ તો મંદિર પરિસરને કલરફુલ કાપડથી સુશોભન કરવામાં આવ્યું. 400 જેટલા સપ્તધનુષ્યના રંગની થીમ ઉપર કલર બ્લાસ્ટ કરવામાં આવ્યો અને એ લગભગ લગભગ 60 થી 70 ફૂટ જેટલા ઊંચા જશે અને મંદિર પ્રાંગણમા રહેલા તમામ ભક્તો પર એ બ્લાસ્ટ દ્વારા કલર ઉડાડી ભવ્ય સેલિબ્રેશન કરવામાં આવ્યુ.

દાદાના આ ભવ્ય રંગોત્સવમાં પૂજ્ય સ્વામીજીના માર્ગદર્શન હેઠળ લગભગ 10,000 કિલો કલરને એર પ્રેશર મશીનથી ભક્તો ઉપર ઉડાડવામાં આવ્યા. દાદાના સાનિધ્યમાં સંતો અને ભક્તો સાથેનો આ ભવ્ય હોળી ઉત્સવ 2024 ખૂબ જ આધ્યાત્મિક અને ભવ્યતાથી ઉજવાયો.

ગુજરાતના સૌથી મોટા હોળી ઉત્સવનું સેલિબ્રેશન કરવા માટે દાદાના ભક્તો યુવાનો-યુવતીઓ,વૃદ્ધો, નાના બાળકોથી માંડી વડીલ વૃદ્ધ સુધી ગુજરાતભરમાંથી લોકો આવ્યા હતા. સંતો અને 1 લાખથી વધુ ભક્તો એક સાથે દાદાના રંગે રંગાયા હતા.