
લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે (3 એપ્રિલ) કેરળની વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. કોંગ્રેસ નેતાએ નામાંકન પહેલા બહેન પ્રિયંકા ગાંધી સાથે વાયનાડમાં રોડ શો પણ કર્યો હતો.

આ નામાંકન ભર્યા બાદ તેમણે જમા કરાવેલ તેમનું એફિડેવિટ સામે આવ્યું છે. જેમાં રાહુલ ગાંધીની સંપત્તિથી લઈને રોકાણ સુધીની વિગતોની જાણ થઈ છે.

તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી પાસે પોતાનું કોઈ ઘર નથી. જોકે, ગુરુગ્રામમાં તેના નામે બે કોમર્શિયલ બિલ્ડિંગ છે. તેમની કિંમત 9 કરોડથી વધુ છે.

રાહુલ ગાંધીની સંસદ પદ જતા તેમને સરકારી બંગલો ખાલી કરવો પડ્યો હતો જોકે તે બાદથી જ તેમના પાસે કોઈ પોતાનું ઘર નથી પણ મોદી સરકારના PM તરીકે શપથ લીધા પછી 1 ડિસેમ્બર 2014ના રોજ રાહુલ ગાંધીએ પોતાની કોમર્શિયલ બિલ્ડિંગ ખરીદી હતી. રાહુલ ગાંધીની કોમર્શિયલ બિલ્ડિંગમાં ગુરુગ્રામમાં ઓફિસ સ્પેસ પણ છે, જેની કિંમત હાલમાં ₹9 કરોડથી વધુ છે

રાહુલ ગાંધીની આ કોમર્શિયલ બિલ્ડિંગ 5838 સ્ક્વેર ફુટ છે. જેમાં પહેલી બિલ્ડિંગ 1,65,61,317 કરોડની છે જ્યારે બીજી તેજ જગ્યાએ 6,27,42,660 કરોડની છે.